<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

સંબંધીની ખબર પુછીને પરત ફરતા દંપતિને સુરેન્‍દ્રનગરમાં અકસ્‍માત : પતિનું મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રઃ સુરેન્‍દ્રનગર ખાતે ચોટીલા તાલુકાના બાવળી ગામના નવઘણભાઇ ગોરધનભાઇ બાહુકીયા ખાનગી દવાખાને દાખલ કરેલા સબંધીની ખબર અંતર પૂછવા માટે સુરેન્‍દ્રનગર આવ્‍યા હતા. ખબર અંતર પૂછયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સુરેન્‍દ્રનગર વઢવાણ રોડ પર આર્ટસ કોલેજ પાસે પસાર થતી એસટી સાથે તેમના બાઇકનો અકસ્‍માત સર્જાયો હતો.

આ અકસ્‍માતમાં એસટીના આગળના વ્‍હિલમાં આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા. આ બનાવ અંગે ૧૦૮ને જાણ કરવામાં આવતા પાઇલોટ મેહુલભાઇ રાઠોડ અને ઇએમટી સૌરવભાઇ જોશી તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઇ ઇજા ગ્રસ્‍તને સારવાર માટે ગાંધી હોસ્‍પિટલ લઇ જવાયા હતા. પરંતુ ગંભીર ઇજાગ્રસ્‍ત થયા હોવાથી ૪૦ વર્ષીય નવઘણભાઇનું અવસાન થયું હતું. આ બનાવ અંગે જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:01 PM IST)