News of Friday, 2nd August 2024
ઊનાના આમોદ્રા ગામની મધ્યમાં આવેલા મંદિર પાસે બે સિંહ આટા મારતા સી.સી.ટીવી કેમેરામા કેદ : ગામના ઝાપે ગાયનું મારણ કરતા લોકોમા ભય : જુઓ વિડિયો
આ સિંહના ગ્રુપને વન વિભાગની ટીમ જંગલમાં દૂર મૂકી આવે તેવી ગ્રામજનોની માંગણી

(નવીન જોશી દ્વારા)ઊના તા.૨ : ઊના તાલુકાના આમોદ્રા ગામ અને સીમ વિસ્તાર મા છેલ્લા ઘણા સમયથી સિહ નું એક ગૃપે કાયમી રહેઠાણ બનાવી લીધું છે. જેમાં રાત્રિ ના સમયે ગામના ઝાપાં પાસે એક ગાય બેઠી હતી ત્યારે તેનો શિકાર કરી નિરાંતે મીજબાની માણી હતી.
તેમજ ગામની મધ્યમા રહેણાક વિસ્તારમાં આવેલ રાંદલ માતાજી ના મંદિર પાસે રાત્રિ ના સમયે બે સિંહો જાણે નાઈટ પેટ્રોલીંગમા નીકળ્યા હોય તેમાં આટા મારતા સી.સી. કેમેરા મા જોવા મળેલ હતા. આ વિસ્તારમા રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ સિહના ગ્રુપને વન વિભાગ દ્વારા દૂર મોકલી આપે તેવી માગણી ઉઠી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
