<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

મોરબીમાં સાયબર ક્રાઈમથી બચવા અને સાયબર ક્રાઈમ કામગીરી અંગે માહિતી આપવામાં આવી.

જીલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સાયબર ક્રાઈમ ગુનાઓ સંબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે અને આવા પ્રકારના ગુનાઓ બનતા અટકે તેવા હેતુથી જીલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ જાહેર જનતાને ક્રાઈમથી બચવા અને સાયબર ક્રાઈમની કામગીરી અંગે માહિતી આપી હતી.
જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ્બનેલા લોકોની પીડાને ઘટાડવા માટે અને લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી શહેરની શાળાઓ, કોલેજ, હોસ્ટેલ તેમજ ગામડાઓ અને સિરામિકમાં કામ કરતા કર્મચારીઓ અને જીલ્લા ટ્રક એસોસીએશનના કર્મચારીઓને સાયબર ક્રાઈમ અવેરનેશ બાબતે કુલ ૧૩૩ કાર્યક્રમોનું આયોજન કરી કુલ ૬૪૦૦ નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૪ માં લોક અદાલતમાં કોર્ટ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા ૧૧૫ અરજદારોને તેના ફ્રીજ થયેલ રકમ રૂ ૪૩,૦૮,૦૨૨ પરત આપવાની કામગીરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી અને અન્ય અરજદારો જેના નાણા અલગ અલગ બેંકોમાં ફ્રીજ થયા છે તેને નાણા પરત કરાવવાની કાર્યવાહી કોર્ટમાં કરાવવામાં આવી છે.
નવી પોલીસી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નવી પોલીસી મુજબ અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા કુલ રકમને બદલે જે છેતરપીંડીમાં અસરગ્રસ્ત ઓય તે જ રકમને ફ્રીજ કરે છે તેમજ આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપીંડી સાથે સંકળાયેલ ચોક્કસ રકમને જ ફ્રીજ કરશે જેથી પીડિતો પર તેનો પ્રભાવ જોવા મળશે જેમાં એકાઉન્ટ ફ્રીજ થવાથી ખાતામાં રહેલ રકમને મેળવવા અસમર્થ હતા તેને એકાઉન્ટ અનફ્રીજ થઇ જવાથી મોટી રાહત અનુભવી રહ્યા છે

(11:24 PM IST)