News of Monday, 5th August 2024
કચ્છના જમીન કૌભાંડમાં પૂર્વ ડેપ્યુટી કલે. જે.ડી. જોશીના જામીન નામંજૂર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૫: કચ્છમાં જમીન કૌભાંડમાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા ઉપરાંત કચ્છમાં ફરજ બજાવી ગયેલા અન્ય ડે.કલે. અજીતસિંહ ઝાલા, એસ.એલ. ગલચર, ભુજના પૂર્વ મામલતદાર અને બાદમાં પ્રમોશન મેળવી ડે.કલેકટર બનેલા શ્રી વલવી,ᅠ પૂર્વ આરડીસી ફ્રાન્સિસ સુવેરા તેમ જ પૂર્વ ડેપ્યુટી કલેકટર જયદીપ જોશી ઉપર કેસ થઈ ધરપકડ કરી જેલ હવાલે થઇ ચુક્યા છે.
જે પૈકી સમયાંતરે દરેકની જામીન અરજીઓ કરાઈ થી છે. તે વચ્ચે પૂર્વ ડેપ્યુટી કલેકટર જે.ડી. જોશી સામે ભુજ મામલતદારે કરેલી.પોલીસ ફરિયાદ બાદ તેમને ઝડપી જેલ હવાલે કરાયા છે. તેમના દ્વારા રેગ્યુલર જામીન ઉપર છૂટવા માટે કરાયેલી જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ હતી. આ કેસમાં સરકાર તરફે વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
