News of Monday, 5th August 2024
હળવદ નજીક કેમિકલ ચોરી ઝડપાઇઃ રૂ. ૬૩.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી એસ.ઓ.જી પોલીસની કાર્યવાહીઃ ત્રણ શખ્સો અંધારાનો લાભ લઇ ફરાર

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૫: હાઇવે પર આવેલ શક્તિનગર ગામ પાસેથી મોરબી એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર કેમિકલની હેરાફેરી અને ચોરી કરવાના કિસ્સામાં એક ટેન્કર અને બોલેરો પીકઅપ સહિત રૂ. ૬૩.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ-ધાંગધ્રા હાઇ-વે પર આવેલ શક્તિનગર ગામ પાસે શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આદ્યશક્તિ એન્જિનિયરિંગ વર્કસ નામના કારખાના ની પાછળના ભાગે એક ટેન્કર માંથી ત્રણ શકશો ગેરકાયદેસર શંકાસ્પદ રીતે કેમિકલની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી પોલીસે રેડ કરી હતી.પોલીસની આ રેડ દરમિયાન આરોપીઓ વરસાદી માહોલ તથા રાત્રીનો અંધારાનો લાભ લઇ નાસી છૂટીયા હતા જો કે, પોલીસ દ્વારા ઘટના સ્થળેથી રૂ. ૬૩.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ સ્થળેથી ટેન્કર નંબર જીજે ૧૨-bw-૯૨૩૭ કિંમત રૂપિયા ૧૫ લાખ,બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૨૭-tt-૭૬૩૪ કિંમત રૂપિયા ૩ લાખ,ટેન્કરમાંથી કાઢેલ કેમિકલ આશરે લીટર ૧૯૦૫ કિંમત રૂપિયા ૨,૬૨,૮૯૦,ટેન્કરમાં ભરેલ કેમિકલ આશરે ૩૦,૭૦૦ કિલોગ્રામ કિંમત રૂપિયા ૪૨,૪૯,૫૧૨,મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા ૫૦૦૦, કેમિકલ કાઢવા માટેની પ્લાસ્ટિકની પાઇપ નંગ બે કિંમત રૂપિયા ૨૦૦, ખાલી કેલબા નંગ બે કિંમત રૂપિયા ૧૦૦ તેમજ બીલટી તથા ઇવે બિલ મળી કુલ રૂપિયા ૬૩,૧૭,૭૦૨ નો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા ૨૦૨૩ના કલમ ૧૦૬ (૧) મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
