તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
પોરબંદરનો આવતીકાલે નામકરણ દિનઃ ૧૦૩પ વર્ષમાં પ્રવેશ

રામાયણ કાળથી કે તે પહેલા પોરબંદરનું અસ્તિત્વ હોવાનું મનાય છેઃ પોરબંદર નજીક જાંબુવન ગુફા સહિત અન્ય અતિ પ્રાચીન સ્થળોઃ જેઠવા વંશના રાજવી બાષ્કલ દેવએ અસ્માવતી નદી કાંઠે વસેલી નગરીનું પોરબંદર નામકરણનું તોરણ બાંધ્યું હતું
ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ સુદ ર બીજ મંગળવાર વિક્રમ સવંત ર૦૮૦ અંગ્રેજી ખ્રિસ્તી ઇસ્વીસન ર૦ર૪ તા. ૬ ઠ્ઠી ઓગષ્ટ શ્રાવણ શુદ-ર મંગળવારના પોરબંદર નામકરણ દિન કેટલાક સ્થાપના દીન ગણે છે. ૧૦૩પ વરસમાં મંગલ પ્રવેશ.
અત્રે ઉલ્લેખનીય છેકે પોરબંદરનું અસ્તીત્વ રામાયણ કાળ સમય કે તે પહેલાનું મનાય છે જે સમયે અસ્મીત નગરી કરાયેલ ખરડો ડુંગર રામાયણ સમય પહેલા તો અસ્તીત્વ ધરાવે છે.
રામાયણ કાળ સમયમાં રામ વનવાસ દરમ્યાન રાવણ સીતા માતાનું હરણ કરી શ્રી લંકા પુષ્પક વિમાનમાં લઇ જતો હતો. મર્યાદા પુરૂષોતમ શ્રીરામ અને ભાત્રા લઘુબંધુ શ્રી લક્ષ્મણ તેમજ માતા સીતા ચૌદ વરસના વનવાસમાં હતા. તેસમયે પંચવટી (નાસીક)માં શ્રી રામ રોકાયેલ. ચૌદ વરસના વનવાસના દિવસો પસાર કરતા હતા. શ્રી લંકાપતિ રાવણ ત્રિકાળ જ્ઞાનિ બ્રાહ્મણ માતા સીતાનું હરણ કરી લઇ ગયેલ અને તેની શોધમાં રામ-લક્ષ્મણ હતા તે સમય દરમ્યાન જાંબુવનનો ભેટો થયો. રાવણ સાથેના યુધ્ધમાં જામવને મદદ કરેલ. સેના પતિ પદ સંભાળેલ યુધ્ધ શ્રીલંકાથી પતિ રાવણ યુધ્ધમાં હાર્યો શ્રીરામના બાણથી મૃત્યુ થયું. લંકા વિજય પછી રામ અયોધ્યા પધાર્યા અને ત્યાંથી સરહદે વિમાન માર્ગે વૈકુંઠ પધાર્યા.
વૈકુંઠ પધારતા પહેલા શ્રી રામે રાવણ સાથેના યુધ્ધના મદદ-સહાયતા કરનારને ઉપહાર આપેલ. તે સમયે જામવને શ્રીરામ પાસે મલયુધ્ધની માંગણી કરેલ. તે સમયે શ્રીરામે વચન આપેલ કે દ્વાપરયુગમાં કૃષ્ણાવતારમાં તેમની ઇચ્છા પુર્ણ કરશે. ત્યાં સુધી બરડા ડુંગરમાં રહેવા જણાવેલ. ખરેખર દ્વાપરયુગમાં કૃષ્ણ સાથે મલયુધ્ધ કરેલ. જેથી રામાયણ કાળનો પુરાવો મળે છે.
બરડા ડુંગર પોરબંદરથી ૧૬ કિલોમીટર અંતરે ઉતરે આવેલ છે. રાણાવાવના તળમાં બે કિલોમીટરમાં આવેલ છે. આજે જામવન ગુફા મોજુદ છે. સરકાર પ્રવાસન સ્થળ તરીકે વિકાસવન રહેલ છે.
બીજો પુરાવો શ્રીમદ ભાગવતમાંથી મળે છે. પોરબંદર-અસ્માવતી નદી અને અરબી સમુદ્ર પર વસેલ છે. તેનો પુરાવો મળી રહે છે. અને હનુમાનજીના માનસ પુત્ર મકરધ્વજનો જેઠવા વ઼શની મુળ રાજધાની શ્રીનગર, રાણપર, ઘુમલી અલ્પ સમયે બોખીરા, ઓડદર, છાંયા, પોરબંદર રહી છે. અને હાલ જીલ્લાનું પાટનગર છે.
જેઠવા વંશ રાજવી ઘુમલીના શાસનમાં જેઠવા વ઼શના રાજવી બાષ્કલ દેવ યાને બુખ્ખાજી મહારાજે પોરબંદરનુ પુરતુ ધ્યાન અને અરબી સમુદ્ર અને અસ્માવતી નદીના કિનારે વસેલ પોરબંદર યાને સુદામા પુરી યોગેશ્વર શ્રી કૃેષ્ણના પરમ બાલસખા શ્રી દામા યાનેસુદામાના વસવાટ પરથી સુદામાનગરી નામ રહેલ. જેઠવા વંશ સુદામાનગરી ત્યાર બાદ પૌર-પુઅર પુરબંદરની ઓળખ રહેલ. અહી અસ્માવતી નદીનું મિલન અરબી સમુદ્ર સાથે થતુ હોય તે જગ્યા એટલે કે અસ્માવતી ઘાટ બારૂ આવેલ છે. સમુદ્ર સાથે અસ્માવતી નદીનું મિલન નરી આંખે જોઇ શકાય છે.
પોરબંદર મુખ્ય બંદર તે સમય રાજધાની ન હતી પરંતુ મુખ્ય બંદર હતું. તે વિકસીત ન હતું પરંતુ ઘુમલીના રાજીવી બાષ્કલ દેવ આનુ બુખાવાજીએ પોરબંદર-સુદામાપુરી બંધનો વિકાસ શરૂ કર્યો જ. વિક્રમ સવંત ૧૦૪૬ શ્રાવણ સુદ ૧૫ સોમવાર તા. ૬-૮-૯૯૦ ના અસ્માવતી ધારે સવારના ૯-૧૫ વાગે તોરણ બાંધી વિશ્વ સાથે જળવહેવારથી જોડયેં વિકસીત રહ્યું છે.
આ યુગમાં ભાજપ સરકારના શાશનકાળ દરમ્યાન પોરબંદરના બારમાસી બંદરનો સ્થાપીત હિતોએ વિકાસ રુંધાવી નાખેલ છે. અને ૧૯૪૬ ની સાલમાં પોરબંદરના સ્વગસ્થ રાજવી પ્રજાવાત્સલય સ્વ. મહારાણા નટરવસિંહ જેઠવાનું દિવા સ્વપ્નું હતું કે પોરબંદરના બંદરને બારમાસી મુંબઇ રાજય છેલ્લે ગુજરાત રાજયે ગુજરાત રાજયના સર્વપ્રથમ નાણામંત્રી સ્વ. માલદેવજીભાઇ આડેદ્રા (કોંગ્રેસ) પૂવાૃ કરેલ ત્યારબાદ બારમાસી બંદર વિકસીત રહ્યું ત્યારપછી સમયમાં ભ્રષ્ટાચારી મહત્વ કાંક્ષીઓએ ભેગા મળી પોરબંદરના બારમાસી બંદરને મૃત પાય બનાવી દીધેલ કરોડો રૂપિયાનો ખર્ચ થયો આંતરરાષ્ટ્રીય મધ્યમકક્ષા બંદરનો વિકાસ રૂંધાવી દીધેલ છે. (૨૧.૫)
: સંકલન :
હેમેન્દ્રકુમાર પારેખ
પોરબંદર
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
