News of Monday, 5th August 2024
શ્રી સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ
હર હર મહાદેવનાનાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠયું : ભાલકાતીર્થ, ત્રીવેણી સંગમ,ગીતા મંદિર,મહાપ્રભુજીની બેઠક,ભીડભંજન મહાદેવમાં ભાવિકો ઉમટી પડયા : વેરાવળ સુત્રાપાડા તાલુકાના મંદિરોમાં અનેક પુજાવિધીઓ શિવભકતો દ્વારા કરાઈ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભોળાનાથને શિશ નમાવવા દેશ વિદેશથી હજારો ભાવિકો ઉમટી પડેલ અને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૭૫ હજાર શિવ ભકતોએ ભોળાનાથને શિશ નમાવેલ હતા દર્શન ખુલતા લાંબી લાઈન લાગેલ હતી અને જય સોમનાથ, હરહર મહાદેવના નાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠેલ હતું અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ હતો ગંગાજળ,રૂદ્રા અભિષેક સહીત હજારો પુજા વિધીઓ નોધાયેલ જે ૨૦૦ થી વધારે ભુદેવો દ્વારા થયેલ હતી.
સોમનાથ ત્રીવેણી ઘાટ ગીતા મંદિર ભીડ ભંજન મહાદેવ ભાલકા તીર્થ માં પણ અનેક ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયેલ હતું તા.૫ ના પહેલા સોમવારે સોમનાથ મંદિર સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલેલ આખો દિવસ સવારે ૬ કલાકે મહાપુજન પ્રારંભ થયેલ હતો સવાલક્ષ બિલ્વ પુજા ના યજમાનોને ઓનલાઈન/ઓફલાઈન પુજા કરાવેલ હતી,સવારે ૭ કલાકે આરતી ટ્રસ્ટે પહેલી ધ્વજા પુજા ચડાવેલ હતી ત્યારબાદ ૯ કલાકે પાલખી યાત્રા,બપોરે ૧૧ કલાકે મધ્યાન્હ મહાપુજા અભિષેક,મધ્યાન આરતી ૧૨ વાગ્યે સુધી માં ૭૫ હજાર શિવ ભકતોએ દર્શનનો લાભ લીધેલ હતો.
પહેલા સોમવાર હોવાથી ગીર સોમનાથ જુનાગઢ જીલ્લામાંથી હજારો શિવ ભકતો પગપાળા આવતા હોય તેના માટે ઠંડુપાણી ચા કોફી નાસ્તો ફરાળની વ્યવસ્થા અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ તેમજ પોલીસ,એસ.આર.પી, સોમનાથ સીકયુરીટી,હોમગાર્ડ,ગ્રામ્ય રક્ષક દળ,બાય પાસ શંખ સર્કલ,હમીરજી સર્કલ, પ્રવેશ દ્વાર સહીત ના અનેક વિસ્તારોમાં ૩૦૦ થી વધારે અધિકારીઓ જવાનોએ કડક બંદોબસ્ત જાણવેલ હતો.
સોમનાથ ટ્રસ્ટ અને ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રમાં યાત્રીકો માટે વિનામુલ્યે ભોજન વ્યવસ્થા કાયમી માટે કરાયેલ છે અને વર્ષોથી કાર્યરત છે. વેરાવળ સુત્રાપાડા વિસ્તારમાં ૩૦૦ થી વધુ મંદિરોમાં અનેક શિવ મંદિરોમાં અનેક પુજા વિધી કરવામાં આવશે જેમાં બિલેશ્વર મહાદેવ, અંબાજી મંદિર,કાશી વિશ્વનાથ,તપેશ્વર,બિરલા મંદિર સુત્રાપાડામાં સુખનાથ મહાદેવ,પ્રાંચી માધવરાજી મંદિર સહીતના મંદિરોમાં શ્રાવણ માસ નો ભારે ઉત્સાહ દેખાય રહેલ છે.
શિવ ઉપાસનાના ધાર્મિક કાર્યક્રમ
વેરાવળ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની વિશેષ પુજા આરાધના યજ્ઞ દ્વારા થઈ શકે તેવા પવિત્ર ઉદેશથી શ્રાવણ માસના દર રવિવારે તા.૧૧/૮,તા. ૧૮/૮,તા.૨૫/૮,તા.૧/૯ તથા સમીતીને અનુકળતા હશે તો (અમાસ) સવાર થી સાંજ સુધી બ્રહમકુંડ ખાતે આશુતોષ ભગવાન બ્રહેમેશ્વરના સાનિધ્યમાં એકાદશ કુંડી હોમાત્મક લઘુરૂદ્રયાગનું આયોજન કરાયું છે વૈદોકત અને શાષાોકત પધ્ધતીથી ષોડશોપચાર પુજાવીધી સાથે તદન સમાન્ય ખર્ચમાં આયોજીત આ કાર્યમાં યજમાન બની મહાદેવજીની ઉપાસના સહભાગીદાર બની શકશે આ યજ્ઞના મુખ્ય આચાર્ય ભાસ્કરભાઈ જોષી રહેશે.
સોમનાથ પરીષરમાં ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમ
સોમનાથ શ્રાવણ માસના પહેલા દિવસે સુપ્રસીધ્ધ કલાકારો દ્વારા પરીષરમાં ભાટીયા ધર્મશાળાના મેદાન ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમ રાત્રે ૮.૩૦ કલાકે યોજાશે.
સોમનાથમાં દર શ્રાવણ માસમાં ગીર સોમનાથ મીડીયા સેન્ટર દ્વારા આખો માસ સાંસ્કળતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમા પ્રથમ દિવસે પ્રથમ દિવસે સુપ્રસીધ્ધ કલાકારો રેખાબેન વાળા, વિજયદાન ગઢવીના ગ્રુપ દ્વારા એક શામ મહાદેવ કે નામનો ભવ્ય સાંસ્કળતિક કાયક્રમ યોજાશે જેમાં સોમનાથ મહાદેવ ના મહીમા ગાતા અનેક ભજનો ગવાશે રાત્ર ૮.૩૦ વાગ્યે કાયક્રમનો પ્રારંભ થશે જેમાં મોટી સંખ્યામાં શિવભકતોને લાભ લેવા યાદી માં જણાવેલ છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
