તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
જેતપુર ઘરજમાઇ રહેતાં બાવનજી પરમારને કાઢી મુકાતાં ચરેલ ગામે આવી આપઘાત
જામકંડોરણા પંથકના આધેડે ઝેર પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજ્યું: ત્રાસ હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૫: જામકંડોરણના ચરેલ ગામે બાવનજીભાઇ જસાભાઇ પરમાર (ઉ.વ.૪૫) નામના આધેડે ગઇકાલે બપોરે દોઢેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતાં જામકંડોરણા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સગાના કહેવા મુજબ બાવનજીભાઇ જેતપુર ઘરજમાઇ તરીકે રહેતાં હતાં અને કેટલાક દિવસથી મુળ વતન ચરેલ ગામે આવ્યા હતાં. તેમને ત્રાસ હોવાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બાવનજીભાઇએ ગઇકાલે ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, પદુભાએ જામકંડોરણા જાણ કરી હતી. આપઘાત કરનાર બાવનજીભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.
તેમના ભાઇએ જણાવ્યું હતું કે બાવનજીભાઇ પંદરેક વર્ષથી જેતપુર ઘરજમાઇ તરીકે રહેતાં હતાં અને કડીયા કામની મજૂરી કરતાં હતાં. હાલમાં તેને ત્રાસ હોઇ ત્યાંથી કાઢી મુકાતાં મુળ વતન ચરેલ ગામે આવ્યા હતાં અને ઝેર પી લીધું હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
