<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

પોરબંદરમાં જિલ્લા કક્ષાનું સ્‍વાતંત્ર્ય પર્વ

૧૫મી ઓગસ્‍ટે કલેકટર કે.ડી.લાખાણીના હસ્‍તે ત્રિરંગો લહેરાશેઃ પરેડનું નિરીક્ષણ તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમ

પોરબંદર,તા.૫:  જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર પર્વની તા. ૧૫ ઓગસ્‍ટ ના રોજ પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સવારે આઠ વાગ્‍યાથી ઉજવણી કરવામાં આવશે.

કલેકટર શ્રી કે.ડી. લાખાણીના હસ્‍તે ધ્‍વજ વંદન , પરેડ નિરીક્ષણ તેમજ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્‍માન કરવામાં આવશે.

 પોલીસ વિભાગ દ્વારા પણ રાષ્‍ટ્રીય પર્વ ઉજવણી અંતર્ગત પ્રોટોકોલ મુજબની કામગીરી કરવામાં આવશે.

ધ્‍વજવંદન સમારોહમાં વિદ્યાર્થીઓ યુવાઓના ગ્રુપ દ્વારા રાષ્‍ટ્રપ્રેમ અને રાષ્‍ટ્રભાવના પ્રસ્‍તુત કરતી સાંસ્‍કળતિકળતિઓ રજૂ કરવામાં આવશે. આ માટે કલેકટર શ્રીએ જિલ્લા શિક્ષણાધિકારી, યુવા વિકાસ અધિકારીની કચેરીની ટીમને સુંદર કળતિઓની  પ્રસ્‍તુતિ માટે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ગ્રાઉન્‍ડ અને બેઠક વ્‍યવસ્‍થા સહિતની જરૂરી તૈયારીઓ કરવા જણાવવામાં આવ્‍યું હતું. પ્રાંત અધિકારી પોરબંદર દ્વારા જરૂરી સંકલન કરવામાં આવશે. અધિક કલેક્‍ટરશ્રીએ રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ વિભાગો અને કચેરીઓએ કરવાની થતી કામગીરી ની માહિતી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર, અધિક કલેક્‍ટર આર.એમ .રાયજાદા, ડીઆરડીએના નિયામક  રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ, પારસ વાંદા અને ડીવાયએસપી ઋતુ રાબા અને અન્‍ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:44 AM IST)