તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
પોરબંદરના બખરલા પાસે સ્કોર્પીયોમાં ૬૦૦ લીટર દેશી દારૂ લઇ જતા ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૫: બખરલા પાસે સ્કોર્પીયોમાં ૬૦૦ લીટર દારૂ કિ. ૧૨ હજારનો લઇ જતા નાથા લખમણભાઇને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.
એલ.સી.બી. આઇ/સી પો.ઇન્સ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલીંગમાં દરમ્યાન હેડ કોન્સ. હિમાંશુભાઇ મક્કા તથા પીસી નટવરભાઇ ઓડેદરાને બાતમી આધારે કોલીખડાથી બખરલા ગામ તરફ જતા જાહેર રોડ ઉપર બખરલા ગામ સ્કૂલની સામેથી નાથા લખમણભાઇ ગુરગુટીયા (ઉ.વ.૨૬) રહે. મુળ આંટીવાળા નેશ હાલ રહે. જાંબુવતીની ગુફા પાસે રાણાવાવવાળાને તેના કબ્જા હવાલાવાળી સ્કોપીયો કાર નં. જીજે-૧૮એસી-૨૩૨૩ કિ. રૂા. ૨,૦૦,૦૦૦માં દેશી પીવાનો દારૂ ભરેલ પાંચ-પાંચ લીટરની કોથળીઓ નંગ -૧૨૦ દારૂ લીટર ૬૦૦ કી.રૂા. ૧૨,૦૦૦ મળી કુલ રૂા. ૨,૧૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા આ દારૂ જથ્થો બાપુ તરીકે ઓળખાતો માણસનાએ મંગાવેલ હોય તેમ જણાવતા બંને આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
દેશી દારૂ પકડવાની કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.કે. કાંબરીય, એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, હેડ કોન્સ. ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ દયાતર, હિમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, ડબ્લ્યુએચસી નાથીબેન કુછડીયા, પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, અજયભાઇ ચૌહાણ, ડ્રા. પીસી રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
