<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ભાવનગરમાંથી કુટણખાનુ ઝડપાયું

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૫  : ભાવનગર શહેરના સુભાષનગર વિસ્‍તારમાંથી પોલીસે કુટણખાનું ઝડપી લઇ મહિલા સહિત ચાર ની ધરપકડ કરી હતી.પપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે  બાતમી આધારે ભાવનગર શહેરના સુભાષનગર, અજયવાડી, સુવિધા ટાઉનશીપમાં ભાડાના મકાનમાં રેઇડ કરતા ત્રણ ભોગ બનાર મહિલા સાથે ત્રણ ગ્રાહક તૌસીફ ફીરોજભાઈ સૈયદ (ઉ.વ.૩૩, રહે. વૈશાલી સ્‍ટુડીયોવાળી ગલ્લી, આર.ટી.ઓ. સર્કલ ગઢેચી વડલા ભાવનગર), રવિ ભરતભાઈ વેગડ (ઉ.વ. ૨૪, રહે. ચિત્રા સિદસર રોડ, બારૈયાની વાડી ભાવનગર), હરેશ મેપાભાઈ બારૈયા (ઉ.વ.૩૫, રહે. પ્‍લોટ નં. ૧૪૩/બી, શેરી નંબર-૩, નિર્મળનગર, ભાવનગર) તથા એક દેહ વ્‍યાપાર કરાવતી મહિલા સહિત કુલ ૪ ને રોકડા રૂ.૫,૩૯૦ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂા.૧૦,૫૦૦ મળી કુલ રૂા.૧૫,૮૯૦ના મુદામાલ સાથે પકડી અનૈતીક દેહવ્‍યાપાર અધિનિયમ ની કલમ  મુજબ કાર્યવાહી કરી એસ.આઈ.જી.એ. કોઠારીયાએ ઘોઘારોડ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

(12:07 PM IST)