<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

કતલ કરેલા મૃત પશુઓના કારણે અમારી સગાઇ થતી નથી : સ્‍થાનિકોમાં રોષ

ધ્રોલમાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલની બેઠકમાં લોકોના અનેક પ્રશ્નો

(સંજય ડાંગર) ધ્રોલ તા. ૫ : ધ્રોલ શહેરમાં મળત પશુઓના હાડકા જાહેરમાં ફેકવા અને ગંદકી, રોડ અને ટ્રીટલાઈટ સહિત ભૂગર્ભ ગટર સહિતના મામલે ત્રાસી ગયેલ લોકોએ કંટાળીને હિન્‍દુમાંથી મુસ્‍લીમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપ્‍યા બાદ તંત્ર હરકતમાં આવીને તાળબતોડ સફાઈ સહીતનો પ્રશ્નનું નિરાકરણ થવા પામેલ છે ત્‍યારબાદ તાબળતોડ કળષીમંત્રી રાઘવજી પટેલ આ વિસ્‍તારમાં દોડી જઈને નાગરીકો સાથે બેઠક કરતા કળષીમંત્રીની હાજરીમાં નાગરીકો બેફામ રોષ ઠાલવીને ઉગ્ર રજુઆત કરવા મા આવી.

મળતી વિગત મુજબ ધ્રોલ પડધરીના નાકા પાસે ખાટકીવાળો આવેલ છે અને અતિ પ્રાચીન ધર્મ સ્‍થળ સાત ડેરી સ્‍થળ આવેલ છે ત્‍યા જાહેર રસ્‍તા ઉપર કતલ કરેલા મળત પશુઓના હાડકા, માસ સહીતની વસ્‍તુઓ નાખવામાં આવતા અને ગંદકી ફેલાતા આ વિસ્‍તારના સતવારા સમાજના રહેવાસીઓ તેમજ અન્‍ય નાગરીકો દ્વારા તંત્રને અનેક વખત રજુઆત કરવા છતા નિકાલ ન થતાં અંતે મુસ્‍લીમ ધર્મ પરીવર્તન કરવાની ચીમકી આપી હતી અને ધારાસભ્‍યએ નગરપાલીકાથી માંડીને પ્રાંત અધિકારી, મામલતદાર સહીતનાઓ સાથે બેઠક કરીને દરમ્‍યાનગીરી કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવેલ હતુ.

દરમ્‍યાન કળષીમંત્રી રાઘવજી પટેલ તા. ૩ ના રોજ મુસ્‍લીમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપનાર લોકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં પણ નાગરીકો દ્વારા ઉગ્ર રજુઆત કરીને જણાવ્‍યુ હતુ કે, આ વિસ્‍તારમાં અતિ ગંદકી, મળત પશુઓના હાડકા, માસ સહીત છેલ્લા ઘણા સમયથી નાખવા હોવાના પ્રશ્નના કારણે અમોને કોઈ દિકરી દેતુ નથી, સગાઈ થતી નથી લગ્ન થતા નથી દારૂના અડ્ડો, આવારા તત્‍વોનો ભયંકર ત્રાસ હોવાની રજુઆત કરી હતી.

વધુમાં મળતી વિગત મુજબ કળષીમંત્રીની હાજરીમાં નાગરીકો ભારે ત્રાટકયા હતા અને અમે હિન્‍દુ હોવા છતાં અમારી કોઈ વાત સાંભળતા નથી એટલે અમારે મુસ્‍લીમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપવી પડી હતી, બેઠકમાં હિન્‍દુ સેના ગૌરવ મહેતાએ હર હર મહાદેવના નારા સાથે આ બેઠક પુર્ણ કરવાની જાહેર કરી હતી.

(12:08 PM IST)