News of Monday, 5th August 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણના પ્રારંભે ગુંજયા હર..હર.. મહાદેવના નાદ
જુદા-જુદા શિવાલયોમાં વિશેષ પૂજન, અર્ચન : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા

પ્રથમ તસ્વીરમાં ગોંડલના તથા અન્ય તસ્વીરમાં ધોરાજીના શિવાલયો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી (ગોંડલ), કિશોર રાઠોડ -ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી).
રાજકોટ, તા. પ : આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના શિવ મંદિરોમાં ભાવિકોની ભીડ જામી છે.
સૌરાષ્ટ્ર જસદણ પાસેના ઘેલા સોમનાથ સહિતના શિવાલયો, દેવાલયોમાં ભાવિકો પૂજા, અર્ચના સાથે અનુષ્ઠાન કરશે. લઘુરૂદ્ર, હોમાત્મક યજ્ઞ, રૂદ્રી, દુગ્ધાભિષકેક સાથે બિલ્વપત્ર પુજા પણ કરશે. દેવાલયોને આકર્ષક શણગાર કરાયા છે.
શ્રાવણ માસની શરુઆત સોમવારથી થશે, પૂર્ણાહૂતિ પણ સોમવારે થશે. આ યોગાનુયોગ છે. આવો યોગ ૭ર વર્ષ પછી આવેલ છે. જેથી શિવભકતોમાં આસ્થાભેર ભકિત કરવાનો આનંદ, ઉત્સાહ ઉમંગ છવાયો છે.
ધોરાજી
(ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : સફરા નદીના કિનારે બીરાજમાન અને પ્રાચીન જેની સ્થાપના પાંડવોએ કરેલ તેવા પંચના મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વહેલી સવારે ભકતજનોની હાજરીમાં હરહર મહાદેવના નાશ સાથે મહાઆરતી યોજાય અને વિશ્વ શાંતી માટેખાસ પ્રાર્થના કરાય હતી. આ તકે વિશાળ સંખ્યામાં ભકતજનો હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.
ધોરાજી
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ: ધોરાજીમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે તમામ શિવાલયોમાં ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા.
ધોરાજીના જન્માષ્ટમી મેળો ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ના પાવન સાનિધ્યમાં ૪૫ દિવસ શ્રાવણ માસનો પંદર દિવસ અગાઉ પ્રારંભ થઈ ચૂકયો છે
આશ્રમમાં બિરાજતા શ્રી બટકેશ્વર મહાદેવજી ના સાનિધ્યમાં અષાઢ માસની પૂનમ થી શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો જેમાં આશ્રમના શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ને ૪૫ દિવસ ઉગ્ર તપ?ર્યા સાથે શ્રાવણ માસ નો પ્રારંભ થઈ ચૂકયો છે અને મંડલીકપુર ના વિદ્વાન બ્રાહ્મણ શાષાી મુકેશઅદા દ્વારા દરરોજ બટકેશ્વર મહાદેવજી ને શ્રીંગાર સાથે સાથે લઘુ રુદ્રી મહાયજ્ઞ સાથે અનુષ્ઠાન થઈ રહ્યા છે
શ્રી દિગંબર લાલુગીરજી મહારાજ ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે શ્રી બટકેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં ૪૫ દિવસીય શ્રાવણ માસનો પ્રારંભ સાથે લઘુરુદ્રી મહા યજ્ઞનો પ્રારંભ થઈ ચૂકયો છે એ જ રીતે ભવનાથ જુનાગઢ ખાતે બાપુના જ સાંનિધ્ય માં શ્રી સાંતેશ્વર મહાદેવનો ૪૫ દિવસ શ્રાવણ મહિનાનો પ્રારંભ વૈદિક મંત્રો ચાર સાથે થઈ ચૂકયો છે
આ સાથે ધોરાજીના પંચનાથ મહાદેવ ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહંત શ્રી શ્રદ્ધાનંદગિરીજી મહારાજના સાનિધ્યમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે આખો શ્રાવણ માસ અભિષેક લઘુરુદ્રી મહા આરતી શહીત વિવિધ કાર્યક્રમો યોજાસે શ્રી પંચનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડશે તેમજ દરબારગઢ પાસે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર ધોરાજીના ફરેણી રોડ ઉપર આવેલ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ધોરાજીના પીપળીયા ખાતે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ધોરાજીના હોકળા કાંઠા ખાતે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર ધોરાજીના ફૂલવાડી પાસે આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિર ધોરાજી ના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ધોરાજીના બહારપુરા નાગનાથ ચોક પાસે આવેલ શ્રી નાગનાથ મહાદેવ મંદિર ધોરાજીના ભક્ત શ્રી તેજાબાપા ની જગ્યા ખાતે આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ધોરાજીના રામ મંદિર ખાતે આવેલ શ્રી મહાદેવ મંદિર તેમજ કોલેજ ચોક ખાતે આવેલ મહાદેવમંદિર આ સાથે ધોરાજી ના વિવિધ વિસ્તારોમાં મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રાવણ માસ ની પરંપરા મુજબ પૂજા મહા આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ સાથે તમામ શિવાલયો શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા હતા.
ગોંડલ
ગોંડલ : ગોંડલના વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણીક સ્વયંભુ શિવાલય સુરેશ્વર મહાદેવ બિરાજમાન છે. શ્રાવણ માસનાં શુભારંભ સાથે આરતી સમય રાત્રીના ૩ વાગે, સવારે ૫ વાગે તથા ૬ વાગે, બપોરે ૧૨ વાગે, સાંજે ૭ વાગે વહેલી સવારથી લઈ મોડી રાત સુધી સુરેશ્વર મહાદેવ મંદિરમાં હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે.
છેલ્લા ૪૩ વર્ષથી સુરેશ્વર મહાદેવ મંદિરમાં નિયમીત પુજા સેવા કરી રહેલા પત્રકાર હરેશભાઈ વ્યાસ (સુપર) રમેશભાઈ રામ-ધુન મંડળવાળા, દિપકભાઈ સોનપાલ, ધીરૂભાઈ પોકળ, મગનભાઈ ગોળવાળા, સંદીપભાઈ પટેલ, મુન્નાભાઈ ઝાલા, તરૂણભાઈ જોષી, અશોકભાઈ પુજારી તથા ગીજુબાપુ વગેરે જણાવે છે કે મંદિર ૩૩૦ વર્ષ પુરાણુ છે
સ્વયંભુ શિવલીંગ પ્રગટયુ હોવાની કથા છે. ગોંડલ રાજવી સર ભગવતસિંહજી પણ નિયમીત સુરેશ્વર મહાદેવના દર્શન માટે આવતા. નેશનલ હાઈવેથી ત્રણ કી.મી.તથા કોટડા સાંગાણી રોડ ઉપર વેરી તળાવ જવાના રસ્તે આ શિવાલય આવ્યું છે. અહી ઐતિહાસિક ધાર્મિક અને પ્રાકળતિક ત્રિવેણી સંગમ સર્જાય છે. મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ ફરતે અનેક શિવાલયોનું નિર્માણ કરેલ હતું. પરંતુ સુરેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર ગણાય છે. મંદિરના મહંત શૈલેષપરી ગોસાઈ તેમજ રાહુલપરી ગોસાઈ જણાવે છે કે અહીં શ્રાવણ માસમાં નિયમીત વડપુજા, લઘુરૂદ્રનું આયોજન થાય છે.અને હજારો ભાવીકો ઉમટી પડે છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
