News of Monday, 5th August 2024
લોધીકા પંથકની ૧૪ વર્ષની સગીરા ઉપર બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ આરોપીને ર૦ વર્ષની સજા
સરકારી વકીલ ડોબરીયાની દલીલો સ્વીકારી ગોંડલ કોર્ટે સજા ફટકારી

ગોંડલ તા. પ :.. અત્રે ૧૪ વર્ષની સગીરા ઉપર બળાત્કાર કરનાર અંબીકાકુમાર રાજકુમાર પાસવાનને ને ર૦ વર્ષ કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી છે.
આ કેસની ટૂંકી હકિકત એવી છે કે, રાજકોટ શહેરના લોધીકા તાલુકામાં મેટોડા જી. આઇ. ડી. સી.માં રહેતા ફરીયાદીની ભોગ બનનાર દિકરીને આ કામનો આરોપી અંબીકાકુમાર રાજકુમાર પાસવાન જે તે સમયે જીઆઇડીસીમાં રહેતો હતો સગીરાને અંબીકાકુમાર ભગાડી ગયેલ તેવી સગીરાના પિતાએ તા. ૧૦-૭-ર૧ ના રોજ લોધીકા પોલીસ સ્ટેશનમાં અંબીકાકુમાર સામે ફરીયાદ આપેલ હતી.
ઉપરોકત ફરીયાદ દાખલ થયા બાદ આરોપી અંબીકા કુમારની પોલીસે ધરપકડ કરેલ અને સગીરાએ જણાવેલ કે આરોપી અંબીકા કુમાર તેને બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ અને અમદાવાદ તેમજ દિલ્હી નોઇડા વિસ્તારમાં સગીરાને લઇ ગયેલ હતો અને સગીરાને ર૦ દિવસ તેની સાથે રાખેલ અને તેની સાથે દસેક વખત શારીરિક સંબંધ બાંધેલ તેવુ ભોગ બનનાર સગીરાએ પોલીસને જણાવેલ હતું.
ત્યારબાદ અંબીકાકુમાર સામે પોકસો અદાલતમાં ચાર્જશીટ થયેલ અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા દસ્તોજી પુરાવા લીસ્ટ રજૂ થયેલ અને નામ. કોર્ટમાં ભોગ બનનાર સગીરાની જૂબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ માતા-પિતાની જૂબાની તથા સરકારી વકીલ શ્રી ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજશ્રી એમ. એ. ભટ્ટી સાહેબે ર૦ વર્ષ કેદની સજા ફરમાવેલ છે.
આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલ હતાં.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
