<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

સૌરાષ્‍ટ્રના ૩૪ સહિત કુલ ૪૭ ડેમો છલોછલઃ કુલ જળજથ્‍થો ૪૯.૬૧%

તમે મન મૂકીને વરસો, ઝાપટુ આપણને નહિ ફાવે, અમે હેલીના માણસ, માવઠુ આપણને નહિ ફાવે સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ ૮૮.૩૬% પાણી સંગ્રહ સોમનાથ જિલ્લામાં: રાજકોટ જિલ્લામાં પ૩.પ૮%

રાજકોટ તા. પ :.. ગુજરાતમાં ચોમાસુ મધ્‍ય ભાગમાં પહોંચ્‍યુ છે. મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદી વાતાવરણ છે. જુન - જૂલાઇના વરસાદથી જળાશયો (ડેમો), નદીઓ, કૂવાઓ વગેરેમાં નવા નીરની આક થઇ છે. રાજયમાં નર્મદા ડેમ સહિત કુલ ર૦૭ ડેમ છે. તે પૈકી સૌરાષ્‍ટ્રના ૩૪ સહિત ૪૭ ડેમ આખા ભરાઇ ગયા છે. બધા ડેમોમાં મળી કુલ ક્ષમતાના ૪૯.૬૧ ટકા જેટલો જળજથ્‍થો ઉપલબ્‍ધ થયો છે. હજ વરસાદી પાણીથી આવક  વધવાના એંધાણ છે.

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં ૩૬.૪૯ ટકા પાણી છે. સમગ્ર રાજયમાં ૪૯.૬૧ ટકા પાણી ભેગુ થયું છે. સૌરાષ્‍ટ્રમાં આજે સવારની સ્‍થિતિએ અમરેલી જિલ્લામાં ૪૯.૧૩ ટકા, ભાવનગરમાં ર૮.૯૬ ટકા, બોટાદમાં ૧૬.૪૬ દ્વારકામાં ૭૩.૪૧ ટકા, ગીર સોમનાથમાં ૮૮.૩૬ ટકા, જામનગરમાં ૬૭.૩ર ટકા, મોરબીમાં ર૯.પ૧ ટકા, પોરબંદરમાં ૮૦.પર ટકા, રાજકોટ જિલ્લામાં પ૩.પ૮ ટકા, સુરેન્‍દ્રનગરમાં ર૪.૯૦ ટકા, પાણી ઉપલબ્‍ધ છે. સૌરાષ્‍ટ્રના બધા ડેમોમાં મળી સરેરાશ પ૪.૭૮ ટકા જળજથ્‍થો છે.

જે ડેમો આખેઆખો ભરાઇ ગયા છે. તેવા ડેમોને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્‍યા છે. આવા ડેમોની સંખ્‍યા પ૭ છે. ૮૦ થી ૯૦ ટકા વચ્‍ચેના જળજથ્‍થાવાળા ડેમોની સંખ્‍યા ૧૬ ટકા છે. ૭૦ થી ૮૦ ટકા વચ્‍ચેના ૧ર ડેમો વોર્નિંગ  સ્‍થિતિમાં છે. ૧ર૧ ડેમોમાં કુલ ક્ષમતાના ૭૦ ટકાથી ઓછુ પાણી છે. આગામી દિવસોમાં વરસાદની આગાહી છે.

(12:20 PM IST)