News of Monday, 5th August 2024
સિક્કા ખાતે ૩૦ લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલ
નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે- મંત્રી રાઘવજીભાઈ પટેલઃ કલેકટર બી.કે. પંડયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત સિટી સિવિક સેન્ટરના માધ્યમથી મિલકત વેરો, ગુમાસ્તાધારા લાઇસન્સ, હોલ બુકિંગ, લગ્ન નોંધણી તથા જન્મ મરણના દાખલા સહિતની ૧૩ જેટલી સરકારી સેવાઓ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૦૫: જામનગર જિલ્લાના સિક્કા ખાતે રૂ.૩૦ લાખના ખર્ચે નિર્મિત સીટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં રાજ્યના કળષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો સિક્કા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.આ સિટી સિવિક સેન્ટરના માધ્યમથી સિક્કાના નાગરિકોને ૧૩ જેટલી સરકારી સેવાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણી હતી કે અહીં સ્થાનિક કક્ષાએ જ સિવિક સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી લોકોને જામનગર સુધી દૂર જવું ન પડે. ત્યારે સરકારે આ માંગણીનો સ્વીકાર કરી આ સુવિધા હવે અહીં ઉપલબ્ધ કરાવતા લોકોનો સમય અને ખર્ચો બચશે. લોકોની નાનામાં નાની જરૂરિયાત પૂરી થાય તેની આ સરકાર કાળજી રાખે છે અને જન જન ની સુખાકારી વધે તે માટે સરકાર કટિબદ્ધ છે.નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા નાણાંની ફાળવણી કરવામાં આવી રહી છે.
કાર્યક્રમ અંતર્ગત પી.એમ.સ્વનિધી યોજનાના લાભાર્થીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડ્યા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદ સભાયા, પ્રાંત અધિકારીશ્રી કાલરીયા, નગરપાલિકા પ્રમુખ રાજીબેન પરમાર, સિક્કા ચીફ ઓફિસર કરમુર આગેવાન સર્વ શ્રી કુમારપાલસિંહ રાણા, દેવુભાઈ ગઢવી, પ્રદીપસિંહ જાડેજા, નગરપાલિકાના સદસ્યો સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
