તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
સાવરકુંડલાઃપીએસઆઇ કરમટાને પીઆઇનું પ્રમોશન મળતા ખુશી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૫: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતમાં પી એસ આઈ તરીકે ફરજ બજવતા પીએસઆઈને પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું જેમાં અગાઉ અમરેલી એલસીબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા આર.કે.કરમટાને પીઆઇ તરીકેનું પ્રમોશન મળતા પોલીસ બેડામાં વ્યાપક ખુશી જોવા મળેલ છે.
પીએસઆઈમાંથી પીઆઇનું પ્રમોશન મેળવનાર આર કે કરમટા અગાઉ અમરેલી એલ સી બી બ્રાન્ચમાં સુદરને સરાહનીય કામગીરી બજાવી હતી જેમાં અમરેલી જિલ્લાના અસામાજિક તત્વો અને બૂટલેગરોને ભોભિતર કરી દીધા હતા તત્કાલીન એસ પી નિર્લિપ્ત રાયના ખાસ અંગત વિશ્વાસ તરીકે ખુબ સારી રીતે એલસીબીમાં ફરજ બજાવી હતી તેવી જ રીતે અમરેલી જિલ્લાના તત્કાલીન એએસપી અને જામનગર એમના એસ પી પ્રેમસુખ ડેલું સાથે શ્રી કરમટાએ જામનગરમાં પણ એલસીબીમાં પ્રસંશનીય રીતે રીતે કામગીરી કરી છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
