તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
અમરેલીના કેરીયા રોડ હનુમાનજી મંદિર ઉપર બુલડોઝર ફેરવવા તંત્રની નોટિસઃ ખળભળાટ દિવસ સાતમાં દબાણ દૂર કરવા તંત્રની નોટિસઃહિન્દુ સંગઠનોમાં પ્રચંડરોષ
પ્રાચીન હઠીલા હનુમાનજી મંદિર બચાવવા વીએચપી સહિત હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ છે ત્યારે...

(અરવિંદ નિર્મળ દ્વારા ) અમરેલી, તા. પ : અમરેલીના પ્રાચીન ૩૦૦ વર્ષ પુરાણું હઠીલા હનુમાન મંદિર જાહેર માર્ગ ઉપર થી નડતરરૂપ હટાવવા ડિમોલિશન કરવા તંત્ર દ્વારા નોટિસ અપાતા વીએચપી સહિત હિન્દુ સંગઠન હોય પ્રચંડ વિરોધ કરી તંત્ર સમક્ષ આવેદન પત્ર પાઠવ્યુેં છે ત્યાં કેરીયા રોડ ઉપર પટેલ છાત્રાલય ભોજનાલય સામે આવેલ હનુમાનજીનું મંદિર દિવસ સાતમાં દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ પાઠવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
અમરેલીમાં વીએચપી નેતા ડો. જી.જે ગજેરા ની આગેવાની માં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ શનિવારના પ્રાચીન ૩૦૦ વર્ષ પુરા નું હઠીલા હનુમાનજીનું મંદિર ઉપર બુલડોઝર ન ફેરવવા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યો છે ત્યાં કેરીયા રોડ ઉપર પટેલ છાત્રાલયના ભોજના લઈ સામે આવેલ હનુમાનજીનું મંદિર અનઅધિકળત હોય આગામી દિવસ સાતમાં હટાવી લેવા તંત્ર દ્વારા નોટિસ પાઠવતા બંને મંદિર મુદ્દે વીએચપી સહિત હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે હિન્દુ ની સરકાર હોય અને હિન્દુઓના જ મંદિર તોડી પાડવા હુકમ થતા શહેરની ધર્મપ્રિય જનતામાં રોષ ની લાગણી ફેલાઈ ગઈ છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
