<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સુસવાટા સાથે વરસતા શ્રાવણના સરવડા

સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવતઃ વાદળછાંયા હવામાન સાથે ઝાપટારૂપે વરસતો વરસાદ

રાજકોટ તા.પઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં આજથી શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે વરસાદનું જોર ઘટયું હોય તેમ શ્રાવણના સરવડારૂપે વરસાદ વરસી રહયો છે.

સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે અને વાદળછાંયા હવામાન સાથે ઝાપટારૂપે વરસાદ વરસી જાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરના વાંસજાળીયામાં અડધો ઇંચ, પરડવા, ધ્રાફા, ધુનડા, જામવાડી, સમાણામાં જાપટા પડયા છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૬.૫ ડિગ્રી, મહતમ તાપમાન ૩૦.૭ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૯૫ ટકા અને પવનની ગતિ ૭.૪ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

જુનાગઢ

વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ મેંદરડામાં પોણો ઇંચ, જુનાગઢમાં અડધો ઇંચ તથા માણાવદર, વંથલી, ભેંસાણ, વિસાવદર, માળીયા- હાટીના, માંગરોળ, કેશોદમાં ઝાપટા પડયા છે.

દેવભુમિ દ્વારકા

(કોૈશલ સવાજણી દ્વારા) ખંભાળીયાઃ કલ્‍યાણપુર અને ભાણવડમાં ઝાપટારૂપે વરસાદ આજે સવારે વરસ્‍યો હતો.

ગીર સોમનાથ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ તાલાલામાં પોણો ઇંચ તથા વેરાવળ અને સુત્રાપાડામાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.(૨.૧૩)

 

(2:18 PM IST)