<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ધારીમાં આખલાનો આતંક :આખલાઓએ ડોક્ટરને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી

3 આખલા બાખડતા બાખડતા રોડ પર આવી ગયા:રસ્તા પરથી ટૂ-વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોકટરને આખલાઓએ અડફેટે લીધા

અમરેલીના ધારીમાં રસ્તાઓ પર આખલાઓ બાખડતાં એક ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા, જ્યારે અન્ય એક મોટરસાઇકલ ચાલક પણ માંડ માંડ બચ્યા હતા અને જીવ બચાવી ભાગ્યા હતા.

  મળતી વિગત મુજબ ધારીમાં આખલાના આતંકની એક ઘટના સામે આવી છે. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. 3 આખલા બાખડતા બાખડતા રોડ પર આવી ગયા હતા.ત્યારબાદ રસ્તા પરથી ટૂ-વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોકટરને આખલાઓએ અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા.

રોડ પર આખલાઓના આતંકને કારણે અન્ય લોકોમાં પણ નાસભાગ મચી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

ધારીમાં રખડતાં ઢોરના ત્રાસના કારણે વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર આ મામલે રજૂઆત કર્યા બાદ પણ રખડતાં ઢોરની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

(10:04 PM IST)