<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

એક પેડ મા કે નામ અંતર્ગત મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સરકાર દ્વારા ચાલતા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત આજ રોજ 5 ઓગસ્ટે મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પાંચ વૃક્ષોનું રોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન કમળાબેન ચાવડા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

(11:10 PM IST)