News of Tuesday, 6th August 2024
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનોખી રીતે મિત્રતા દિવસની ઉજવણી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ચાર ઓગસ્ટના દિવસે મિત્રતા દિવસ ની ઉજવણી સફાઈ કામદારને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નાડાછડી પહેરાવીને મીઠાઈના બોક્સ આપીને તેમનો આભાર વ્યક્ત કરીને કરવામાં આવી હતી. હર હંમેશ આપણા શહેરને સ્વચ્છ રાખતા એવા ૫૧ સફાઈ કામદારો નો આભાર વ્યક્ત કરવા માટે આ વિશેષ દિવસે મોરબી ઇન્ડિયન લાયોનેસની બહેનોએ પ્રોજેક્ટ કરતા સફાઈ કામદારોએ પણ ભાવવિભોર બની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો .આ પ્રોજેક્ટના દાતા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા હતા.
આ સાથે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ એક ફેમિલી ક્લબ હોવાથી બધા બહેનોએ સાથે મળીને ઇડન હિલ ખાતે વન-ડે પિકનિક ની પણ મોજ માણી હતી. પ્રોજેક્ટ ને સફળ બનાવવા પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
