News of Tuesday, 6th August 2024
કોલગેસ મામલે મોરબીના ૫૮૦ સિરામિક એકમો ઉપર ક્લોઝરની લટકતી તલવાર
૨૦૧૭માં એનજીટીએ કરેલી દંડનીય કાર્યવાહી બાદ પણ ૨૫ ટકા દંડની રકમ ભરપાઇ ન થતા જીપીસીબી ગાંધીનગરથી આખરી નોટિસો ફટકારાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૬: એક્સપોર્ટ ઓર્ડરોમાં ભાડાવધારા અને ડોમેસ્ટિક માર્કેટમાં મંદી વચ્ચે મોરબીના ૧૫૦થી વધુ સિરામિક એકમોમાં શટડાઉનની તૈયારી વચ્ચે હવે મોરબીના સિરામિક ક્લસ્ટર માથે ક્લોઝરની તલવાર લટકી રહી છે, કોલગેસ મામલે ૨૦૧૭મા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ફટકારેલો દંડ સાત વર્ષ પછી પણ ભરપાઈ ન થતા અંતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર દ્વારા મોરબીમા કોલગેસનો ઉપયોગ કરનારા ૫૮૦ એકમોને આખરી નોટિસ ફટકારી છે, બીજી તરફ આખરી નોટિસોને પગલે હવે સિરામિક ઉદ્યોગકારો પણ દિશાહીન બન્યા છે અને બે દિવસમાં ગેઝિફાયર ઉપયોગ કરી દંડનાર તમામ ઉદ્યોગકારોની અગત્યની બેઠક મળી રહી હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા કોલગેસનો ઉપયોગ કરવામાં આવતા કોલગેસથી જમીન અને પાણીને થયેલ નુકશાન અને પ્રદુષણ ફેલાવવા મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મોરબીના ૫૮૦ એકમોને કરોડો રૂપિયાનો આકરો દંડ ફટકારતા સિરામિક ઉદ્યોગકારો એનજીટીના દંડ સામે અપીલમાં જતા નિયમ મુજબ ૨૫ ટકા દંડની રકમ ભરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેની સામે હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટે પણ આ જ આદેશ કરતા સિરામિક ઉદ્યોગકારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા સુઙ્કીમે અપીલ ફગાવી દેતા મામલો ગૂંચવાયેલ હતો.
બીજી તરફ સાત વર્ષ જુના નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વખતો વખત માંગણા નોટિસ ઇશ્યુ કરવા છતાં પણ ૫૮૦ સિરામિક એકમો દ્વારા દંડની ૨૫ ટકા રકમ ભરપાઈ કરવાને બદલે સમય પસાર કર્યે રાખતા અંતે ૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર દ્વારા તમામ કોલગેસ પ્લાન્ટ ધરાવતા ૫૮૦ એકમોને આખરી નોટિસ ફટકારી છે.
દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર દ્વારા ફટકારવામાં આવેલ આખરી નોટિસ બાદ હવે ક્લોઝર સુધીના પગલાં પણ તોળાઈ રહ્યા હોય મોરબીના કોલગેસ પ્લાન્ટ ધરાવતા તમામ ઉદ્યોગકારોએ બે દિવસમાં અગત્યની બેઠક બોલાવી હોવાનું અને આ બેઠકમાં કેટલા ટકા દંડની રકમ ભરવી તે અંગે પરસ્પર સમજૂતી કરવામાં આવનાર હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
