<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

બરડીયા ગામે આધેડે મકાનમાં શરૂ કરેલ જુગારધામ પકડાયું : ૨ મહિલા સહિત ૭ ઝડપાયા

પોલીસે જુગારીઓ પાસેથી ૪૫,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૭: વિસાવદર પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ ખાનગી વાહનોમાં નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બરડીયા ગામે પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા બટુક શામજી સાવલિયા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી તીનપતી નામનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ડીવાયએસપીના વોરંટના આધારે મંગળવારની વહેલી સવારે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જુગાર ધામનો સંચાલક બટુક શામજી તેમજ ઉપલેટાનો મેરામણ સામત સુવા, વરજાંગ જાળીયા ગામનો સતીશ નાજા છૈયા, વિસાવદર ના વડાળા ગામનો હરેશ લખુ વાઘમશી, બરડીયા ગામનો મીરાટ સમીર ગજેરા, ભાયાવદર ની વાલીબેન પરબત ગરેજા અને ઉપલેટાની રેશમાબેન હારુન ઠેબાને રૂપિયા ૪૫,૬૫૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી તમામની વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમના કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી.

(11:25 AM IST)