<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

કેશોદમાં લાંબા સમયથી ચાલતું અંડર બ્રિજનું કામ ગોજારુ સાબિત થયું બ્રિજમાં પડી જતા શ્રમિક યુવાનનું મોત

(સંજય દેવાણી દ્વારા )કેશોદ, તા. ૭/૮/૨૪ અત્રેના ચાર ચોકમાં બની રહેલ અંડર બ્રિજ માં એક શ્રમિક યુવાન પડી જતા સ્‍થળ પર જ તેમનું તેમનું કરુણ મોત  નીપજતા અરેરાટી વ્‍યાપી જવા પામેલ છે.

             ચાર ચોક વિસ્‍તારમાં રેલવે ફાટકમાંથી મુક્‍તિ મેળવવાછેલ્લા ત્રણેક વર્ષથી અંડરબ્રિજ નું કામ ચાલી રહેલ છે. કામની મુદત પૂર્ણ થયા બાદ પણ કામ પૂરું થયેલ ન હોય ચોમાસાના કારણે પુલમાં પાણી ભરાઈ જતા આ અંડર બ્રિજ તળાવમાં ફેરવાઈ ગયેલ હોઈ આ બ્રિજ ની સાઇડોમાં  કોઈ  આડસ રાખવામાં આવેલ ન હોય જેનો આજે સવારે અત્રેના એરોડ્રમ રોડ પર આવેલ  કોર્ટ ની પાછળ રહેતા વિજયભાઈ  કાનાભાઈ ચારોલીયા ( ઉંમર વર્ષ ૪૦ ) નામના  શ્રમિક યુવાન ભોગ બનેલ  હોવાનું જાણવા મળેલ છે.  

  પ્રાપ્ત માહિતી મુજબ વિજયભાઈ અંડર બ્રિજ ની નજીક આવેલ એકપ્રોવિઝન સ્‍ટોર ના ઓટા પર બેઠા અથવા સૂતા હતા આ દરમિયાન આકસ્‍મિક રીતે જ અંડર બ્રિજમાં પડી જતા આ બ્રિજ આશરે ૧૫ થી ૧૭ ફૂટ જેટલો ઊંડાઈ ધરાવતો હોય અને તેમાં ખીલાસળી ફિટ કરેલી હોય અંદર પાણીમાં ગળકાવ થઈ જતા અને છાતી સહિતના ભાગે તેમને ખીલાચસળી ખુચિ જવા પામેલ હતી,ગંભીર ઈજા સાથે  પાણીમાં ડૂબી જવાથી તેમનું  મોત નિપજેલ હતું.

           કોઈ અંડર બ્રિજ માં પડી ગયેલ હોવા હોવા નું કોઈ વેપારી કે રાહદારીના ધ્‍યાનમાં આવતા તાત્‍કાલિક તેમણે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ તથા પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરતા તેઓ સ્‍થળ પર દોડી આવી આ શ્રમિક યુવાનને બહાર કાઢી સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવેલ.

     મળતક યુવાન પ્‍લાસ્‍ટર કામ કરતો હોવાનુંતથા અત્રે ના  રોડ પર આવેલ કોર્ટ પાછળ  જાણવા મળેળછે. પોલીસે આ ઘટનાની નોંધ લઈ જરૂરી તપાસની કામગીરી હાથ ધરેલ છે હજુ તો અંડર બ્રિજનું કામ પૂર્ણ નથી થયું ત્‍યાં જ આ બ્રિજ ગોજારો સાબિત થયેલ છે.

(2:08 PM IST)