તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 7th August 2024
દરિયામાં પાણીના વહેણ જોઇને ઇરાદાપુર્વક તરતા મુકાતા ડ્રગ્સના પેકેટો?
કચ્છ, પોરબંદર અને દેવભુમિ દ્વારકાના કાંઠે અવારનવાર મળી આવતા ડ્રગ્સના બિનવારસી પેકેટોની ઉંડાણપુર્વક તપાસ મૂળ સુધી પહોંચી શકતી નથી કોડવર્ડ રૂપે ડ્રગ્સના નાના પેકેટો પાણીમાં મુકીને ડ્રગ્સ એજન્ટને આડકતરી જાણ કરાતાની શંકાઃ ચોક્કસ સમય મર્યાદામાં બિનવારસી પેકેટોની અન્ય કોઇની નજરમાં ન આવે તો તુરંત મોટુ કન્સાઇમેન્ટ રવાના કરાતાનો ઇશારો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૭: રાષ્ટ્રપ્રેમી દેશભકતો અરબી સમુદ્ર કિનારા પર બાજ નજર રાખતા અને દેશના હિતમાં માનદ સેવા આપતા પોરબંદરના ડેન્જર અને ચાર્લી તેમજ દેવભૂમિ દ્વારકા-જામનગર અને અંશ રૂપ કચ્છ જીલ્લાના સાગરકાંઠા પર બાજનજર રાખતા રોબર્ટ-રોઝી દેશદ્રોહી ગદ્ાર માફીયા અને ડ્રગ્સ માફીયા પર બાજનજર રાખી અવારનવાર દેશ સેવાનો ધર્મ બજાવી અત્યાર સુધી જે આગોતરી માહિતી આપી છે. અને હજુ પણ આપતા રહે છે. જેથી સરકારમાં સજાગતા આવી છે. પરંતુ ઘણા લાંબા સમયથી કસ્ટમ્સ કયાંય ચિત્રમાં નથી. પરંતુ નોૈસેના-તરફથી દળ-રાજય સરકારની એન્ટીટેરીટી સ્કોડ હરકતમાં છે. અકલ્પીત આર્થીક રકમનું ડ્રગ્સ પકડેલ છે. અને ડ્રગ્સ કન્સાઇન લાવનાર કુરીયર્સ તથા શીપ (બોટ) પકડી પર્દાફાશ કરેલ છે. જે હજુ પાશરામાં પહેલી પૂણી જ ગણાય.
ત્રણ ચાર કન્સાઇમેન્ટ નીકળી જાય અથવા આવવાના હોય ત્યારે એકાદ કન્સાઇમેન્ટ પકડાય જાય જેમના કચ્છના મુંદ્રા બંદર અમરેલી જીલ્લા પીપાવાવ બંદર હરકતમાં રહેલ પરંતુ તેમાં પણ કચ્છનું મુંદ્રા બંદર વધુ હરકતમાં રહેલ છે. અને આવતું જાય છે. અને જીવંત બની થયેલી છે. ડ્રગ્સ કન્સાઇમેન્ટ જયા નીકળવાનું હોય તે પહેલા અરબીસમુદ્રનું વહેણ જોવાય છે. અને ત્યારબાદ જે તે ગલ્ફના બંદરો-કે આડ બંદરોથી અરબી સમુદ્રના બદલાતા પાણીની રૂખ જોઇ ચરસના અને નશાકાર માદક પદાર્થના બંડલો દરિયામાં નાખવામાં આવે અને તે તરતા તરતા ભારતીય જળસિમાહમાં પ્રવેશતા પ્રવેશતા પાછળ આવતું મોટું કન્સાઇન્ટ સ્ટેશન સહેલાયથી પસાર થઇ જાય હેમ ખેમ ડ્રગ્સ કન્સાઇન્ટમેન્ટ મંગાવનાર સ્પ્લાઇયરને મળી જાય ધણું કરી ડ્રગ્સ નશાકારક પદાર્થ ઇરાનથી જ આવે છે. ત્યાં તેની ખેતી થાય છે. જેની કિંમત નહિવત જયારે બીજો મારગ પાકિસ્તાનનું અફધાનીસ્તાન છે. ત્યાં પણ વિના રોક ટોક માદક-નશા કારક પદાર્થ ઁની ખેતી વાવેતર થાય અને તેનું નેટવર્ક પાકિસ્તાનમાં હોવાનો ઇશારો સાગરકાંઠા પર બાજ નજર રાખતા દેશપ્રમી ડેન્જર-ચાર્લી અને રોબર્ટ રોઝીનો ઇશારો છે.
પાકિસ્તાનની કોઇ છુપી એજન્સીના આશીર્વાદ પાકિસ્તાન ગ્વાદર, ડાલ્ડા બંદર અને આસપાસ નાના કિનારા બંદરોનો ઉપયોગ થતો હોવાનો ઇશારોછે. આપણી શતર્ક એજન્સીથી અજાણ નથી. પરંતુ આヘર્ય એ છેકે ભારતમાં એવુ કયુ મોટુ માથુ સક્રિય છે. ત્યાં સુધી પહોંચવામાં શતર્ક જાગૃત એજન્સી પર્દાફાશ કરી શકી નથી. કદાચ એજન્સી જાગૃતી દાખવી ઇશારો મેળવી લીધેલ હોય. પરંતુ સુધી પહોંચવું હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શીખર સુધી પહોંચવુ મુશ્કેલ છે. તેમ ભારતમાં ડ્રગ્સ કન્સાઇન્ટ મેન્ટ મંગાવનાર આંકડા સુધી પહોંચવુ છે. શતર્ક એજન્સી એટલો પર્દાફાશ કરી શકી છે. જેલમાંથી બંધક કેદી મોબાઇલનો ઉપયોગ કરી ડ્રગ્સ કન્સાઇન્ટ મેન્ટ મંગાવે છે. પંજાબની જેલમાંથી પગેરૂ એજન્સીને મળેલ તે કન્સાઇન્ટમેન્ટ પોરબંદરના દરીયાઇ વિસ્તારમાં પ્રવેશ સાથે ભારતીય તટરક્ષકદળ અને એ.ટી.એસ. એ પકડી પાડેલ. અને યોગ્ કાર્યવાહી કરી પરંતુ મુળ સુધી પહોંચેલ નથી.
દરમ્યાન તાજેતરમાં ભારત સરકારનું બજેટ સત્ર લોકસભાનું ચાલે છે. તેમાં કેટલીક ચીજવસ્તુ પદાર્થ છુટછાટ આપવામાં આવી. તે છુટછાટમાં સોનાની દાણચોરી અટકાવવા માટે વિદેશથી આયાત થતા સોનાપરનો ટેકસ પંદર ટકાથી ઘટાડી છ ટકા કર્યો. પરંતુ પ્રશ્ન એ છે કે ટેકસ ભારણ ઘટાડવાથી સુવર્ણ દાણચોરી અટકશે? આ કન્સાઇન્ટમેન્ટ સીધુ દુબઇથી આ દરીયાઇ રસ્તે આવે છે તેમજ પાકિસ્તાન તેના સમાચાર એજન્ટો યાને આકકાથી તેના દ્વારા પણ કન્સાઇમેન્ટ આવે છે.એટલું જ નહી સોનું લઇ આવવા માટે સરકાર દ્વારા અમુક છુટ છાટ આપેલ છે. તે સંપૂર્ણ રદ કરવામાં આવે લાવનાર કુરીયર-મિરીટરીયો કે. યાત્રી ધોરણસર ડયૂટી ટેકસભરી લાવી શકે તો દરિયાય પરિસ્થતિમાં ફેર પડશે. અને દાણ ચોરીનો પ્રશ્ન રહેશે નહી અને દેશ પરનો ખતરો પણ હળવો થશે. એક ઔપચારિક દંતકથા પ્રમાણે સરવે મુજબ ભારતમાં જેટલી સોનાની માગ છે તેના પ્રમાણે મોટા ભાગનું સોનું ગુજરાતમાં ખરીદાય છે.અને સંગ્રહ થાય છે. હાલ હવાઇ રસ્તે ટાઇમે કાંઇ નુસ્ખાથી કુરીયર મારફત, મિટરીયા મારફત કે યાત્રીઓ સહેલાણી મારફત ઘુસાડાય છે.
દુબઇમાં બેઠેલ આકકાઓ શોધતા હોય ઇ.ચર્ચીત અને બિન સતાવાર રીતે પોરબંદરના એક સુવણકારો પોતાની કુરીયર ઓફિસ ખોલેલ છે. તે જ આ કામ કરે છે. સહેલાણીઓને ફોસલાવે આવક જાવકનો ખરચો એરટિકીટ હોટલ ભાડું ચારથી આઠ દિવસનું તે પણ લકઝરીયસ હોટલનું ચૂકવે તેના પ્રલોભમમાં યાત્રીક રૂસાયજાય છે. તાજેતરમાં એવા બે ત્રણ નુસ્સા બહાર આવ્યા છે. મુંબઇ એરપોર્ટથી તેમજ અમદાવાદમાંથી પકડાણા સસ્તા સોનું ઘુસાડેલા ટેકસ ડયુટી ઓછી થાય પરીસ્થિતિમાં સુધારો થશે કે ફેર પડશે તે માનવું અનુમાન કરી ગણવું તે મોટો પ્રશ્નાર્થ-આヘર્ય ગણાય?
આટલી ડ્રગ્સ માફીયા ઘુસણખોરી વચ્ચે વચમાં આ હકિકત દર્શાવી દેશભકતો ડેન્જર-ચાલી-રોબર્ટ રોમીએ પોતાની સેવા ફરજ બજાવી જાગૃતિ દાખવી સરકારને ઇશારો કરે છે. અને મુળ મુખ્ય મુદાની હકીકત આવતા આ દેશભકતો જણાવે છે. અને વાત એક સેવા ભારાડા જરૂરીયાતી જે લાખો નેશડીઓના મોત માટે જવાબદાર છે. ૩૬ વર્ષ સુધી હુંફાવનાર ડ્રગ્સ માફિયા ને યેએસએ એ ઝડપ્યો એનું નામ ઇસ્માઇલ ઝીંમ્બાડા ઉર્ફે એલ માયો મેકિસકોની કુખ્યાત સિનાલોઆ ડ્રગ્સ કોરરેલિનો એ મુખ્યસુત્રધાર દવાની કેપ્સૂપલ તરીકે ફેન્ટેનિલ ડ્રગ્સ ઘૂસાડીને અમેરિકાને તબાહ કરીસ રહેલા માયોને પકડવાની કથા સનસનાટી મચાવતી થ્રિલર ફિલ્મથી કમ નથી
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
