News of Wednesday, 7th August 2024
હવામાન અપડેટ બપોરે ૨ વાગ્યે :શુક્ર - શનિવારે ગુજરાત, સૌરાષ્ટ્ર - કચ્છમાં કેટલાક સ્થળે વરસાદનો ટૂંકો રાઉન્ડ આવી શકે : ૧ થી ૩ ઈંચ પડી શકે

રાજકોટ : ગુજરાતના જાણીતા વેધરમેન શ્રી ગૌરવ રાણીંગાએ આજે બપોરે જાહેર કરેલ હવામાન વર્તારા મુજબ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ્સ સક્રિય ન હોવાથી છેલ્લી ચોવીસ કલાકમાં છૂટાછવાયા ઝાપટાં અને અમુક તાલુકાઓમાં હળવા વરસાદને બાદ કરતાં કોઈ મોટો વરસાદ નોંધાયો નથી. આજે ૭ ઓગષ્ટ અને આવતી કાલે ૮ ઓગષ્ટ દરમ્યાન આ મુજબનું જ વાતાવરણ રહે.
અત્યારે બંગાળની ખાડીમાં પヘમિ બંગાળ અને બાંગ્લાદેશ લાગુ વિસ્તારોમાં એક અપર એર સકર્યુલેશન - યુ.એ.સી સક્રિય છે જે થોડી મજબૂત થઈ ઉત્તરપヘમિ દિશામાં આગળ વધશે. આ સિસ્ટમ્સ સીધી ગુજરાત ઉપર ન આવે પણ સિસ્ટમ્સને આનુસંગિક ૩.૧ કિમી (૭૦૦ એચપીએ) ઊંચાઈનો ટ્રફ઼ તા.૯ અને ૧૦ ઓગષ્ટ દરમિયાન ગુજરાત સુધી લંબાશે અને ભેજ છવાશે.
આ ફેરફારોની અસરથી ગુજરાત રીજીયન અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં આ તારીખોમાં વરસાદમાં વધારો થાય અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદનો એક ટુંકો રાઉન્ડ આવી શકે છે.
ઉત્તર - પૂર્વ - મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, ઉતર સૌરાષ્ટ્ર અને કચ્છના અખાત લાગુ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડી શકે. વધુ અપડેટ આવતીકાલે આપવામાં આવશે શ્રી ગૌરવ રાણિંગાએ પોતાના વર્તારામાં જણાવ્યું છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
