News of Thursday, 8th August 2024
મોરબી આઈટીઆઈ નજીક કારમાં દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા.
દારૂ અને કાર સહીત ૩.૨૭ લાખનો મુદામાલ કબજે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના આઈટીઆઈ નજીક તળાવની પાળ નજીકથી કારમાં ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈને દારૂ અને કાર સહીત ૩.૨૭ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેરોલીંગમાં હોય દરમિયાન આઈટીઆઈ સામે બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પાસેથી રોડ પર સ્વીફ્ટ કાર જીજે ૩૬ એજે ૪૭૦૦ શંકાસ્પદ લાગતા તલાસી લીધી હતી જે કારમાંથી દારૂની બોટલ નંગ ૫૨ કીમત રૂ ૨૨,૭૫૦ અને બીયર નંગ ૪૮ કીમત રૂ ૪૮૦૦ મળી આવતા પોલીસે દારૂ-બીયર અને કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩,૨૭,૫૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
