<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી પાલીતાણાનાં માયધારના યુવા તલાટી મંત્રીનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૯ : ભાવનગર જિલ્લાના પાલીતાણા ના માયધાર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અને તળાજાના ટીમાણા ગામના રહીશ ભટ્ટ શરદ હરગોવિંદભાઈ ઉ.વ.૩૦ નું શેત્રુંજી નદીના પાણીમા ડૂબી જવાથી મળત્‍યુ થયું હતું.

મળતકને પી.એમ માટે તળાજાની સરકારી હોસ્‍પિટલ ખાતે ૧૦૮ દ્વારા લાવવામાં આવેલ. એકની એક દીકરી એ પિતા ની છત્ર છાયા ગુમાવી હતી. દુઃખદ ઘટના ના પગલે પાલીવાલ સમાજ સહિત સેવાભાવી લોકો હોસ્‍પિટલ તથા સ્‍થળપર દોડી આવ્‍યાહતા.મળતકના પિતા અને ભાઈ ખેતી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા હતા.

(1:13 PM IST)