News of Friday, 9th August 2024
જન્માષ્ટમી મેળા માટે વાંકાનેર પાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં ૧૮ લાખમાં વેચાયું
આ વખતે ગ્રાઉન્ડ માટે સાત દાવેદારો વચ્ચે ફકત ત્રણ બોલીમાં ગ્રાઉન્ડ વેચાયું: પ્રથમ ૩.રપ, બીજી ૩.પ૦ બાદ સીધી ૧૮ લાખની બોલી બોલાઇ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૯: જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના મેદાનની આજે નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હતી.
પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ. વી. કાનાણીની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ સાત પાર્ટીઓએ બોલી લગાવી હતી, જેમાં ૩.૧૦ લાખની બેઇઝ પ્રાઇઝ ધરાવતા ગ્રાઉન્ડ માટે પ્રથમ બોલી ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા ૩.રપ લાખ, બીજી બોલી અમરનાથ ટ્રેડર્સ દ્વારા ૩.પ૦ લાખ અને ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા ૧૮ લાખ લગાવી હતી, જેમાં ત્રણ રાઉન્ડ સુધી કોઇએ બોલી ન લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
