તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 9th August 2024
સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયત નાદુરસ્ત : અમરેલી હોસ્પિટલમાં દાખલ : દુઆઓની દરખાસ્ત : હજારો અનુયાયીઓ ચિંતાતુર
સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયત નાદુરસ્ત : અમરેલી હોસ્પિટલમાં દાખલ : દુઆઓની દરખાસ્ત : હજારો અનુયાયીઓ ચિંતાતુર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :સમગ્ર ગુજરાત અને દેશભરમાં વિશાળ અનુયાયીઓ ધરાવતા-વ્યશન મુક્તિના પ્રેણેતા સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયત નાદુરસ્ત હોવાના અને અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાયાનુ જાણવા મળે છે. બાપુની નાદુરસ્ત તબિયતના પગલે
દુઆઓની દરખાસ્ત કરાઈ રહી છે. હજારો અનુયાયીઓ ચિંતાતુર છે.
પિરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના હકમાં દુવા કરો. અલ્લાહ પંજેતન પાકના સદકામા સરકારને સીફાયે કામીલ અતા કરે.આમીન સુમ્મા આમીન તેમ સોશિયલ મીડીયાના માધ્યમથી ગુલામે પંજેતન પાક મિલાદ ગ્રુપ-ચલાલા-સાવરકુંડલા દ્વારા અપીલ કરાઈ રહી છે.
દરમિયાન સાવરકુંડલા જુમ્મા મસ્જિદના પેશ ઈમામ હાફીઝ સાબીકબાપુનો સંપર્ક સાધતા તેમણે પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલને સમર્થન આપ્યુ છે અને દુઆની દરખાસ્ત કરી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
