<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં દુધીયાબાપાના મંદિરે નાગપંચમી નીમીતે સુધી ષોડસોપચાર પુજા ઉત્‍સવ

વેરાવળ : શ્રી સોમનાથ મહાદેવ મંદિરના મુખ્‍ય રસ્‍તા ઉપર નાગ બાપા નું મંદિર આવેલું છે તે મંદિર નું નામ દુધિયા બાપા થી ઓળખાય છે. નાગ પંચમીના ષોડસોપચાર પૂજા હવન યોજાય છે સોમનાથ દાદાના દામાણી ગેસ્‍ટ હાઉસ બાજુમાં રોડ ઉપર ભોયરામાં દુધિયા નાગદેવતા  આવેલ છે અને  ત્‍યાં પ્રાચીન નાગદેવતા બિરાજે છે ત્‍યાં પ્રભાસ પાટણના નાના-મોટા કોળી સમાજના ગામ લોકો મોટા પ્રમાણમાં દૂધ ચડાવે છે અને પૂજા અર્ચના બાદ પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ નાગ પંચમીના નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં નાના મોટા કોળી વાડા સહિત પ્રભાસ પાટણ વેરાવળના સ્‍વયંસેવકો જોડાઈ છે અને રસ્‍તામાં આવતા તુગલ દાદાના અને રામનાથ ચોકમાં મરાઠા બાપાને ધજા અને પૂજા અર્ચના કરવામાં આવે છે સાજે નાગદેવતા ની પૂજા અર્ચના તેમજ ધજાની પૂજા કરી ધજા ચડવામાં આવે છે. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ)

(11:35 AM IST)