<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રાજકોટ એઇમ્‍સ હોસ્‍પિટલના સભ્‍યપદે કેશરીદેવસિંહ ઝાલા

વાંકાનેર તા.૧૦: વાંકાનેરના પ્રજા વત્‍સલ્‍ય અને વાંકાનેર રાજ પરિવારના મહારાજ તેમજ રાજયસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ડી. ઝાલા રાજકોટ એઇમ્‍સ હોસ્‍પિટલનાં સભ્‍યપદે ચુંટાઇ આવતા રાજપુત સમાજ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓમાં અદભુત અને અનેરો આનંદ છવાયો છે. તાજેતરમાં કેન્‍દ્રમાં ગત તા.૩-૮-૨૪ના રોજ ચુંટણી યોજાયેલ હોય અને ગત તા.૭-૮-૨૪ના રોજ પરિણામ જાહેર થતા વાંકાનેરના રાજવી અને રાજયસભાના સાંસદ મહારાણા શ્રી કેશરીદેવસિંહજી દિગ્‍વિજયસિંહજી ઝાલાને કેન્‍દ્ર સરકારે વિજેતા જાહેર કરવામાં આવેલ.

આ તકે કેન્‍દ્રના હેલ્‍થ મીનીસ્‍ટર શ્રી જે.પી. નડ્ડાએ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાને ખુબ-ખુબ અભિનંદન પાઠવેલ હતા તેમજ રાજયસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ આ તકે કેન્‍દ્ર સરકારનો આભાર વ્‍યકત કરેલ હતો. સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા એઇમ્‍સના સભ્‍યપદે ચુંટાયાના સમાચાર વાંકાનેર વાસીઓને મળતા રાજપુત સમાજ, ભાજપના કાર્યકર્તાઓ તથા સમર્થકોમાં અને વિવિધ સમાજીક- શેક્ષણીક સંસ્‍થાઓમાં હર્ષની લાગણી છવાઇ ગઇ હતી

(2:07 PM IST)