<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયત સુધારા પર : દુઆઓની દરખાસ્ત

સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયત નાદુરસ્ત : અમરેલી હોસ્પિટલમાં દાખલ : દુઆઓની દરખાસ્ત : હજારો અનુયાયીઓ ચિંતાતુર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૦ : સાવરકુંડલા જામા મસ્જિદના પેશ ઈમામ હાફીઝ સાદીકબાપુના જણાવ્યા અનુસાર પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયતમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે. ઘનિષ્ઠ તબીબી સારવાર ચાલી રહી છે. સૌને દુઆઓ-પ્રાર્થનાની અપીલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,સમગ્ર ગુજરાત અને દેશભરમાં વિશાળ અનુયાયીઓ ધરાવતા-વ્યશન મુક્તિના પ્રેણેતા સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયત ગઈકાલથી નાદુરસ્ત હોવાના અને અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાયાનુ બહાર આવતા બાપુની નાદુરસ્ત તબિયતના પગલે દુઆઓની દરખાસ્ત કરાઈ રહી છે. હજારો અનુયાયીઓ ચિંતાતુર છે.

પિરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના હકમાં દુવા કરો. અલ્લાહ પંજેતન પાકના સદકામા સરકારને સીફાયે કામીલ અતા કરે.આમીન સુમ્મા આમીન તેમ સોશિયલ મીડીયાના માધ્યમથી ગુલામે પંજેતન પાક મિલાદ ગ્રુપ-ચલાલા-સાવરકુંડલા દ્વારા અપીલ કરાઈ રહી છે.

દરમિયાન સાવરકુંડલા જુમ્મા મસ્જિદના પેશ ઈમામ હાફીઝ સાબીકબાપુનો ગઈકાલે સંપર્ક સાધતા તેમણે પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલને સમર્થન આપ્યુ હતુ અને દુઆની દરખાસ્ત કરી હતી.

દરમિયાન ગઈકાલે સાંજે સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ વેન્ટીલેટર પર હોવાના અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહ્યાના સોશિયલ મીડીયામાં અહેવાલોથી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં પથરાયેલા "બાપુ"ના વિશાળ અનુયાયીઓમાં ચિંતાની લાગણી પ્રસરી હતી "બાપુ" અમરેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબિયત અંગે સત્તાવાર વિગતો મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. "બાપુ"ના સ્વાસ્થ્ય સુધારા માટે ઠેર ઠેરઠેર દુઆઓ-પ્રાર્થના કરાઈ રહી છે.

દરમિયાન ચલાલાના ગુલામે પંજેતન પાક મિલાદ ગૃપે જાહેર કર્યા મુજબ સાદાતે કિરામ ઓલમાયે કીરામ નમાઝી ભાયો મદ્રેસામા પઢતા બાળકો, ઓરતો અને હીન્દુ-મુસ્લિમ ભાઇઓએ ગઈ આખી રાત ઇબાદત-પ્રાર્થના કરીને પિરેતરીકત સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની સિફા માટે દુઆ કરેલ અને તમારી દુઆઓથી બાપુની તબીયતમા થોડીક રાહત છે.જેથી બધા ભાઇઓ-બહેનો-બાળકોને ખાસ નમ્ર ગુજારીસ કે દુવા કરતા રહો તમારી દુવાની જરૂર છે. અલ્લાહ પાક પંજેતન પાકના સદકામા દાદાબાપુને સિફા આપે તેમ ચલાલાના ગુલામે પંજેતન પાક મિલાદ ગ્રુપે જણાવ્યુ છે.

(11:44 AM IST)