News of Saturday, 10th August 2024
પોરબંદરના બરડામાં દાયકાઓ બાદ ૪ માદા અને નર સહિત ૫ સિંહોનો વસવાટ
વિશ્વ સિંહ દિવસ રાજ્ય સરકારના પ્રયાસોથી બરડા જંગલમાં સિંહોના પુનઃ વસવાટને સફળતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૦: આજે ૧૦ ઓગસ્ટ- વિશ્વ સિંહ દિવસ છે. બરડામાં રાજ્ય સરકારના પ્રયાસોથી સિંહોનો પુનઃ વસવાટને સફળતા મળી રહી છે. દાયકાઓ બાદ ફરી બરડા જંગલ વિસ્તારમાં ચાર માદા અને એક નર સહિત પાંચ સિંહ ૨૦ હેક્ટર જમીનમાં વસવાટ કરી રહ્યા છે.
બરડા જંગલમાં સિંહના પુનઃ વસવાટ માટે રાજ્ય સરકાર હરહંમેશ કાર્યશીલ રહી છે. બરડા જંગલમાં રાજ્ય સરકારના વન વિભાગના પ્રયાસોથી સિંહોનો પુનઃ વસવાટ શકય બન્યો છે. દાયકાઓ બાદ ફરી બરડા જંગલ વિસ્તારમાં ચાર માદા અને એક નર સહિત પાંચ સિંહ ૨૦ હેક્ટર જમીનમાં વસવાટ કરે છે.
પોરબંદર નજીક બરડા જંગલ વિસ્તાર અનેક હેકટર જમીનમાં ફેલાયેલો છે. આ બરડા જંગલ વિસ્તારમાં વર્ષો પહેલા સિંહોનું કાયમી રહેણાંક હતું, પરંતુ સમય અંતરે અહીંથી સિંહોનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું. અને ગિર જંગલ પૂરતા સિંહો સીમિત બની ગયા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા બરડા જંગલ વિસ્તારમાં સિંહનો પુનઃ વસવાટ થાય તે માટે યથાર્થ પ્રયાસો કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર વર્ષથી બરડા જંગલમાં જીનપુલમાં વન વિભાગની દેખરેખ હેઠળ સિંહોને રાખવામાં આવ્યા હતા. અને ફરીથી બરડા જંગલ વિસ્તારમાં સિંહોનો વસવાટ થાય તે માટે રાજ્ય સરકારના વનવિભાગના પ્રયાસો હતા.
છેલ્લા ત્રણ મહિનાથી બરડા જંગલ વિસ્તારમાં જીન પુલના સિંહોને ખુલ્લા મુકવામાં આવ્યા છે. હાલ એક નર અને ચાર માદા સહિત પાંચ સિંહો બરડા જંગલ વિસ્તારમાં વિહાર કરી રહ્યા છે. આ સિંહોને મારણની કોઈ અગવડતા ન પડે તે અનુકૂળતાઓ છે.અહીં તળણાહારી પશુઓ પણ છે. રાજ્ય સરકાર દ્વારા બરડા જંગલ વિસ્તારમાં સિહોનો પુનઃ વસવાટ વધુ સંખ્યામાં થાય તેવા યથાર્થ પ્રયાસો થઈ રહ્યા છે. જેથી પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
