News of Saturday, 10th August 2024
ધોરાજીના કીચોટ ગામ પાસે વાડીમાં સર્પદંશથી સુકરામ ઠાકરેનું મોત
યુવાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટઃ તા. ૧૦: ધોરાજીના કીચોટ ગામ પાસે વાડીમાં કામ કરતા યુવાનને સર્પે દંશ મારતા ઝેરી અસર થતા તેનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ ધોરાજીના કીચોડા ગામ પાસે હર્ષદભાઇ વોરાની વાડીમાં રહેતો સુકરામ વિજયભાઇ ઠાકરે (ઉ.વ. ૨૭) છ દિવસ પહેલા વાડીએ હતો ત્યારે કોઇ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે ઉપલેટા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ અંગે પાટણવવા પોલીસએ કાર્યવાહી કરી હતી.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
