<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

વેરાવળના વાસોજમાં ખુનના ગુન્‍હામાં ૩ મહિલા સહિત પ ઝડપયા

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧૦ :.. નવાબંદર પોલીસને વાસોજ ગામથી ફોન આવેલ કે, વાસોજ ગામમાં ખોડીયાર મંદિર વાળી શેરીમાં એક રહેણાંક મકાનમાં ફળીયામાં લોહીલુહાણ હાલતમાં ખાટલામાં એક માણસ સુતેલી અવસ્‍થામાં પડેલ છે. જેથી તુરંત જ પોલીસ ત્‍યા પહોચી અને તપાસ કરતાં જણાયેલ કે ખાટલામાં સુતેલ માણસનુ નામ મસરીભાઇ ઉર્ફે ઘેલાભાઈ કાનભાઇ શિયાળ ઉ.વ.૬૦ નુ કોઇ અજાણ્‍યા ઇસમે રાત્રીના સમયે માથાના તથા કપાળના ભાગે ધાતક હથીયારથી ગંભીર જીવલેણ ઇજાઓ કરી મોત નીપજાવેલ હોય મરણજનારના પુત્ર રણછોડભાઇ મસરીભાઇ ઉર્ફે ઘેલાભાઇ શિયાળની ફરીયાદ આધારે નવાબંદર મરીન પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૩૨૪૦૬૮૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ - ૧૦૩(૧). ૩૩૨(એ). તથા જી.પી.એકટ - ૧૩૫ મુજબ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ

જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી  નિલેશ જાજડીયા સા. તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા સા. નાઓએ આ અનડીટેકટ મર્ડરના આરોપીને પકડી પાડી ગુન્‍હાનો ભેદ ઉકેલવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક  એમ.એફ. ચૌધરી ઉના વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ   પો.ઇન્‍સ. શ્રી એ.પી.પટેલ, એલ.સી.બી. ઇ. પો.ઇન્‍સ. શ્રી એ.બી.જાડેજા, એસ.ઓ.જી. પો.ઇન્‍સ.શ્રી જે.એન.ગઢવી તથા પો.ઇન્‍સ. શ્રી એ.બી.વોરા તથા નવાબંદર મરીન પો.સ્‍ટે. ના પોલીસ સબ ઇન્‍સ. વી.કે.ઝાલાનોઓની અલગ - અલગ ટીમો દ્વારા આ બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ બનાવવાળી જગ્‍યાની F.S.L.ટીમ તથા ડોગ સ્‍કવોડ દ્વારા ચકાસણી કરાવી, સી.સી.ટી.વી.ફુટેજ, ટેકનીકલ રીસોર્સ તેમજ હયુમન સોર્સથી માહિતી એકત્ર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ કરી મરણજનાર સાથે સંપર્ક ધરાવતા તેમજ અન્‍ય શકમંદ ઇસમોને રાઉન્‍ડ અપ કરી તેઓની ઉંડાણ પુર્વક યુકિત -યુકિતથી પુછ પરછ કરતા નીચે જણાવેલ નામો વાળા ઇસમોએ આ ખુન કરેલ હોવાની કબુલાત આપતા સાંયોગીક પુરાવાઓ એકત્ર કરી તેની સામે કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ  મંજુબેન વા/ઓ રામભાઇ મસરીભાઇ ઉર્ફે ઘેલાભાઇ શીયાળ ઉ.વ.૪૬, જમનાબેન વા/ઓ ભરતભાઇ ભીમાભાઇ શીયાળ ઉ.વ.૩૦,  ગીતાબેન વા/ઓ વિજયભાઇ બાબુભાઇ વાજા ઉ.વ.૩૫, જયદીપ રામભાઈ શિયાળ ઉ.વ.૨૧ ધંધો મચ્‍છીમારી (૫) રણછોડ મસરીભાઇ ઉર્ફે ઘેલાભાઇ શિયાળ ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે. તમામ વાસોજ તા.ઉનાની ધરપકડ કરી છે.

મૃતક મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઇ સસરા થતા હોય તથા આરોપી  કાકાજી સસરા થતા હોય આરોપી નં.(૧) તથા (૨) ના પતિનુ અવસાન થયેલ હોય તેમજ આરોપી નં.(૩) મરણ જનાર સાથે પરીચયમાં હોય મરણ જનાર દ્વારા આરોપી નં.(૧) થી (૩) બહેનોનું શારીરિક શોષણ કરી અવાર - નવાર ત્રાસ આપવામાં આવતો હોય તેમજ આરોપી નં.(૪) એ મરણજનારનો પૌત્ર તેમજ આરોપી નં.(૧) નો પુત્ર થતો હોય મરણજનાર દ્વારા તેની માતાને આપવમાં આવતા શારીરિક ત્રાસથી કંટાળીને તેમજ આરોપી નં.(૫) મરણજનારનો દિકરો થતો હોય મરણજનાર દ્વારા તેની પત્‍નીને પણ શાબ્‍દિક હરકતો કરી ત્રાસ આપવામાં આવતો હોય જેના લીધે આરોપી નં.(૫) સાથે પણ અવાર નવાર ઝઘડો થતો હોય તમામ આરોપીઓએ સાથે મળી મરણજનાર એકલો અલગ મકાનમાં ફળીયામાં સુતો હોય મોડી રાત્રીના બધાએ ભેગા મળી આ મસરીભાઇ ઉર્ફે ઘેલાભાઇને પથારીમાં જ પકડી દબાવી રાખી મોઢું દબાવી ઘાતક હથીયાર વડે માર મારી મોત નીપજાવી મરણજનારને પથારીમાં જ સુવડાવી શરીર ઉપર ગોદડું ઓઢાળીને આરોપીઓ નજીકમાં જ આવેલ પોત પોતાના મકાનમાં જતા રહેલ.

ગુન્‍હાહિત ઇતિહાસ

જયદીપ રામભાઇ શિયાળ રહે. વાસોજ તા.ઉના વાળા વિરૂધ્‍ધ ઉના પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૧૦ ૭૨૪/૨૦૨૧ -ોહી કલમ - ૬૫(એ.એ.)૯૨(૨),૯૯ મુજબ ગુન્‍હો રજી. થયેલ છે.

આ કામગીરી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પી.આઇ. શ્રી એ.બી.જાડેજા તથા પી.આઇ શ્રી એ.બી.વોરા તથા ટીમ એલ.સી.બી. (૨) એસ.ઓ.જી. પી.આઇ. શ્રી જે એન.ગઢવી તથા ટીમ એસ.ઓ.જી. (૩) સર્કલ પો.ઇન્‍સ. શ્રી એ.પી.પટેલ (૪) શ્રી વી.કે.ઝાલા પોલીસ સબ ઇન્‍સ. નવાબંદર મરીન પો.સ્‍ટે. તથા ટીમ નવાબંદર મરીન પો.સ્‍ટે.એ કરી છે.

(1:38 PM IST)