<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

મેટોડા-રાજકોટમાંથી ૬ બાઇકની ચોરી કરનાર તસ્‍કર જેતપુરમાંથી પકડાયો

રૂરલ એલસીબી અને મેટોડા જીઆઇડીસી પોલીસે ઇ-ગુજકોપની મદદથી તસ્‍કરને દબોચ્‍યો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે. (૪.૨૫)

રાજકોટ, તા., ૧૦: મેટોડા જીઆઇડીસી અને રાજકોટમાંથી અડધો ડઝન બાઇકની ઉઠાંતરી કરનાર જેતપુરના વાહનચોરને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.

જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડએ વણશોધાયેલ મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અનવયે એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા, ડી.જી.બડવા તથા મેટોડા જીઆઇડીસી પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. કે.એ.ગોહીલના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી વિસ્‍તારમાં થયેલ મો.સા. ચોરીની તપાસ દરમ્‍યાન એએસઆઇ રવિદેવભાઇ બારડ તથા રોહીતભાઇ બકોત્રા તથા પો.કોન્‍સ. પ્રકાશભાઇ પરમાર મેહુલભાઇ સોનરાજનાએ રાજકોટ ગ્રામ્‍ય કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર તથા ઇ-ગુજકોપ અને પોકેટ કોપની મદદથી વાહનચોર જયપાલ બહાદુરભાઇ વાળા રહે. જેતપુર અમરનગર રોડ શ્રીજી સ્‍કુલની બાજુમાં નિલકમલ એપાર્ટમેન્‍ટ મુળ રહે. હાજણી પીપળીયા તા. વીસાવદર જી.જુનાગઢને છ ચોરાઉ બાઇક સાથે જેતપુરમાંથી ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપીએ  મેટોડા જીઆઇડીસી વિસ્‍તારમાં અલગ-અલગ જગ્‍યાએથી તેમજ રાજકોટ-કાલાવડ રોડ પરથી મોટર સાયકલોની ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના તથા બાલકૃષ્‍ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા,  પો.હેડ કોન્‍સ. દિવ્‍યેશભાઇ સુવા, નિલેષભાઇ ડાંગર, પો.કોન્‍સ. મેહુલભાઇ સોનરાજ, પ્રકાશભાઇ પરમાર, મેટોડા જીઆઇસી પો.સ્‍ટે.ના પો. હેડ કોન્‍સ. યોગરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. રવુભાઇ ગીડા, લક્કીરાજસિંહ જાડેજા, રાજદીપસિંહ ગોહીલ, નીતીનભાઇ મકવાણા તથા જસમતભાઇ માનકોલીયા જોડાયા હતા.

(1:38 PM IST)