<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

આટકોટના જુનાપીપળીયા તા.શાળામાં "વિશ્વ સિંહ દિવસ"ની ઉજવણી : શાળાના ૨૦૮ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા

રાષ્ટ્રધ્વજ સાથે સિંહના મોહરા પહેરીને બાળસિંહોએ સૂત્રોચ્ચાર કરી સૌને પર્યાવરણ અને સિંહ જેવાં પ્રાણીઓને બચાવવા સંદેશ આપ્યો : પ્રતિજ્ઞા પણ લીધી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૦ : જુનાપીપળીયા તા.શાળામાં "વિશ્વ  સિંહ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ૨૦૮ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતાં. 

 

રાષ્ટ્રધ્વજ સાથે સિંહના મોહરા પહેરીને બાળસિંહોએ સૂત્રોચ્ચાર કરી સૌને પર્યાવરણ અને સિંહ જેવાં પ્રાણીઓને બચાવવા સંદેશ આપ્યો હતો અને તે બાબતે સભાન રહેવા પ્રતિજ્ઞા પણ લીધી હતી.

 

ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર દ્વારા દર વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે આવા કાર્યક્રમો થતા રહે છે, આ વર્ષે પણ દરેક શાળાઓની અંદર સિંહના મોહરા,બેનર, તેમજ પ્રતિજ્ઞા-સુત્રો માટેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં શાળા-કોલેજોની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તેમજ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.અને લોકો સુધી પર્યાવરણ જાળવણી નો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

 

જુનાપીપળીયા તા.શાળામાં પણ દર વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે જેથી નાનપણથી જ બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને અને તેના સંરક્ષણ અને સંવર્ધન માટે તૈયાર થાય તેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ શિક્ષણ સાથે કરાવવામાં આવે છે.

(3:45 PM IST)