<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે તા.૧૧ ઓગસ્ટના રોજ સુદર્શન સેતુ ઓખા તેમજ તા.૧૨ ઓગસ્ટના રોજ ખંભાળિયા પ્રાંત કચેરી ખાતે યોજાશે તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન : સ્વાતંત્ર્ય દિન પૂર્વે જન જનમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા ઉમદા આશયથી હર ઘર તિરંગા યાત્રા યોજાશે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૦ :            વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. 

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં તિરંગા યાત્રા યોજાશે. જેમાં આવતીકાલે તા.૧૧ ઓગસ્ટના રોજ સવારે ૯.૩૦ કલાકે સુદર્શન સેતુ ઓખા ખાતે તિરંગા યાત્રા યોજાશે. 

ઉપરાંત તા.૧૨ ઓગસ્ટના રોજ સવારે ૮.૩૦ કલાકે ખંભાળિયા પ્રાંત કચેરીથી તિરંગા યાત્રા યોજાશે. જેમાં પ્રાંત કચેરી પ્રસ્થાન કર્યા બાદ જી.વી.જી સ્કૂલ, નગર નાકા થઈ પ્રાંત કચેરી ખાતે યાત્રાનું સમાપન થશે. તિરંગા યાત્રામાં સૌ નાગરિકોને જોડાવા અપીલ છે. 

તિરંગા યાત્રા ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારી રાષ્ટ્ર ચેતના યાત્રા બને તેવી નેમ રાખવામાં આવી છે.

(3:47 PM IST)