News of Sunday, 11th August 2024
મોરબી પાલિકાની ટીમ સફાઈ કામગીરી દરમિયાન ચોકી ગઈ,ગટરમાંથી રેતીના બાચકા-પથ્થર મળ્યા.
પ્રજાને હેરાન કરવા અને પાલિકાના બદનામ કરવા અમુક ટીખળખોરો આવા કૃત્યો કરી રહ્યા હોવાની શંકા

(પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી નાગરીકો પરેશાન છે ત્યારે નગરપાલિકાએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂગર્ભ ગટરમાંથી રેતીના બાચકા અને મોટા પથ્થરો નીકળતા હોવાનું સામે આવ્યું છે. જે મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
મોરબી શહેરમાં ઉભરાતી ગટરને લઈને અનેક વિસ્તારમાંથી ફરિયાદો આવ્યા બાદ પાલિકા દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કન્યા છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લાં ૪ દિવસથી નગરપાલિકાની ટિમો દ્વારા ભૂગર્ભ ગટરની કુંડીઓ સાફ કરવામાં આવી રહી છે. જો કે ભૂગર્ભ ગટરની સફાઈ કરતી વખતે તેમાંથી રેતીના બાચકા અને મોટા પથ્થરો મળી આવતા નગરપાલિકાની ટિમ પણ સ્તબ્ધ બની ગઈ હતી. બીજી તરફ પ્રજાને હેરાન કરવા અને પાલિકાના બદનામ કરવા અમુક ટીખળખોરો આવા કૃત્યો કરી રહ્યા હોવાની શંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે.
(1:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
