તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Sunday, 11th August 2024
જામનગર બાલા હનુમાન મંદીર પાસે જાહેર રોડ ઉપર ભીક્ષાવ્રુતી કરાવતી માતા પાસેથી સગીર બાળકને મુકત કરાવતી એ.એચ.ટી.યુ જામનગર ટીમ

જામનગર :પોલીસ અધિક્ષક જામનગર - પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ સુચના થયેલ હોય કે, જામનગર શહેરમા ટ્રાફીક સીગ્નલ,ધાર્મીક સ્થળો,વાણીજ્યક જગ્યાયાઓ, રેલ્વે/બસ સ્ટેશન, વીગેરે જાહેર જગ્યા ઉપર સ્ત્રી/પુરૂષો દ્વારા નાના બાળકને હાથમા લઇને ભીખ માગતા હોય છે સદરહુ ભીખ માગતી સ્ટ્રી/પુરુષ સાથેનુ નાનુ બાળક સામાન્ય રીતે સુતેલી હાલતમા હોય છે અને તે સુતેલ બાળક શામક દવાઓના પ્રભાવ હેઠળ હોવાનુ દેખાય છે અને આવા બાળકની માનવ તસ્કરીના ભાગરુપે ગેરકાયદેસર પ્રવ્રુતીમા ઉપયોગ થતો હોવાની સભાવના રહેલી હોય અને અમુક જગ્યાએ પોતાના માતા પિતા પણ ભીક્ષા મગાવતા હોય જેથી આવા બાળકોને રેસ્ક્યુ કરી ભીક્ષા મગાવતા માતા પિતા તથા અન્ય તત્વો વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના થયેલ હોય જે અનુસધાને એ.એચ.ટી.યુ. પોલીસ ઇન્સપેકટર એન.ડી.સોલંકી સાહેબે જામનગર શહેરમા આવા તત્વો વિરુધ્ધમા કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસધાને એ.એચ.ટી.યુ જામનગર ટીમ તથા જીલ્લા બાળ સુરક્ષાની ટીમ સાથે પેટ્રોલીગ દરમ્યાન જામનગર બાલા હનુમાન મંદીર પાસે આવેલ જાહેર રોડ ઉપર ભીક્ષાવ્રુતી કરાવતી માતા પાસેથી સગીર બાળકને ભીક્ષાવ્રુતી માંથી મુક્તી અપાવી રેસ્ક્યુ કરી કાઉન્સીલીગ કરી સગીર બાળક ઉ.વ.૦૬ વાળાને ચીલ્ડ્રન હોમ જામનગર ખાતે મોકલી તેની માતા વિરુધ્ધમા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૭૫,૭૬ તથા ધ ગુજરાત પ્રિવેંશન ઓફ બેગીંગ એક્ટ (બીગાર એકટ) સને-૧૯૫૯ ની કલમ ૧૧ મુજબ કાર્યવાહી કરેલ છે.
આરોપીનુ નામ - લીલાબેન વા/ઓ નવઘણભાઇ દેવશીભાઇ સોલંકી (લુહાર) (ઉ.વ.૫૦ વર્ષ)( રહે, મેહુલ ટોકીઝ સામે. સી.એન.જી પેટ્રોલ પપ બાજુમા ઝુપડામા જામનગર) છે
કામગીરી કરનાર અધિકારી /કર્મચારી પો.ઇન્સ એન.ડી.સોલંકી એ.એચ.ટી.યુ. જામનગર. આર.જે.શીયાર જીલ્લા બાળ સુરક્ષા અધીકારી જામનગર જસ્મીનભાઇ એસ.કરંગીયા પ્રોટેકશન ઓફીસર જીલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર. એ.એસ.આઇ. રણમલભાઇ કારાભાઇ ગઢવી એ.એચ.ટી.યુ. જામનગર/. પો.હેડ.કોન્સ. રાજદીપસીંહ ખુમાનસીંહ ઝાલા એ.એચ.ટી.યુ. જામનગર. મહીલા પો.હેડ.કોન્સ. કીરણબેન રણછોડભાઇ મેરાણી એ.એચ.ટી.યુ. જામનગર. મહીલા પો.કોન્સ. ભાવનાબેન નાગજીભાઇ સાબળીયા એ.એચ.ટી.યુ. જામનગર. ડ્રાઇવર પો.કોન્સ. ભયલુભા જાડેજા હતા
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
