News of Monday, 12th August 2024
દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવના સુચારૂ આયોજન અંગે બેટ દ્વારકા ખાતે બેઠક યોજતા જિલ્લા કલેકટર જી.ટી.પંડયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૨ : આગામી તા.૨૬ ઓગસ્ટના રોજ દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાની અધ્યક્ષતામાં બેટ દ્વારકા મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવણી કરાશે. ભગવાન શ્રી કળષ્ણના જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે સુદર્શન સેતુ નિર્માણ પરિણામે બેટ દ્વારકામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવશે. જેને પગલે નાગરિકોને કોઈ અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સમસ્યાના સર્જાય તેમજ નાગરિકોનું આરોગ્ય ન જોખમાઈ તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
આ તકે બેઠકમાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા,પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, ઓખા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ કોટક, તાલુકા વિકાસ અધિકારી મકવાણા, અગ્રણી મોહન બારાઇ સહિત મંદિર ટ્રસ્ટના હોદેદારો ઊપસ્થિત રહ્યા હતા
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
