<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

જામજોધપુર તાલુકામાં વિવિધ શાળાઓમાં નશામુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી

"વિકસિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે સ્વતંત્ર" થીમ આધારિત શાળા, કોલેજોમાં નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કરાવાયા

જામનગર :ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સુચના અનુસાર 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અન્વયે આજરોજ તારીખ 12 ઓગસ્ટના રોજ "વિકસિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે સ્વતંત્ર" થીમ આધારિત શાળા, કોલેજોમાં નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
   જેમાં જામજોધપુર તાલુકામાં આવેલ મેઘપર, જામવાડી, શેઠવડાળા, મેલાણ, માંડાસણ ગામે તાલુકા શાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં આચાર્ય, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને હાજર ગ્રામજનો દ્વારા સામૂહિક પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવી હતી. તેમ તાલુકા વિકાસ અધિકારી, જામજોધપુર દ્વારા જણાવાયું છે


 

(8:49 PM IST)