તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
મોરબીમાં ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજાઇઃ પોલીસ જવાનોના ૧ હજાર ફુટ લાંબા તિરંગાએ જમાવ્યું આકર્ષણ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૩: હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં મોરબી જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત ૩ હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી મોરબીને તિરંગામય બનાવી દીધો હતો.
સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમળતિયા, દુર્લભજી ભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન. એસ. ગઢવી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસના જવાનો ૧ હજાર ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ તિરંગા યાત્રામાં જોડાયા હતા, જેથી યાત્રામાં અદભૂત દ્રશ્યો સર્જાયા હતા અને આ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોરબી જિલ્લાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
