<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

જુનાગઢ ટ્રાફિક શાખાના પીએસઆઇ સહિતની ટીમને પ્રશંસાપત્ર આપી બિરદાવતા એસપી હર્ષદ મહેતા

જુનાગઢ : રેલ્‍વે સ્‍ટેશન સામે ટ્રાફિક શાખાની બાજુમાં અંદાજે ૭૦ વર્ષની ઉમરના એક નિરાધાર વૃધ્‍ધાને પગમાં ઇજા થતાં તેને સોજો ચડી ગયો હોવાથી ચાલી શકે તેવી હાલત ન હોવાથી દર્દથી કણસતી હાલતમાં સુતેલા હતા જે બાબતની જાણ થતા શહેર ટ્રાફિક પોલીસ સબ ઇન્‍સ. એસ. એન. જાડેજા, હે. કો. જયેશભાઇ વિકમા રણવીરસિંહ સિસોદીયા તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો એ તાત્‍કાલીક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી હોસ્‍પીટલે પહોંચાઠવામાં મદદ કરવામાં આવેલ. જેથી એસ. પી. હર્ષદ મહેતા, શ્રી જાડેજા અને તેની સમગ્ર ટીમને રૂબરૂ ઓફીસ બોલાવી પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરેલ અને ભવિષ્‍યમાં આ પ્રકારે લોકોને ઉપયોગી થવા અને પોલીસ પ્રજાની મિત્ર છે તે સુત્રને સાર્થક કરવા શ્રી હર્ષદ મહેતાએ જણાવ્‍યું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(10:57 AM IST)