<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

માળીયા હાટીનાના મોટી ધણેજના મહિપતભાઇ જેઠવાએ ઝેર પીધું

બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૩: માળીયા હાટીના તાબેના મોટી ધણેજ ગામે રહેતાં મહિપતભાઇ જેઠાભાઇ જેઠવા (ઉ.વ.૩૪) નામના યુવાને સાંજે આઠેક વાગ્‍યે ઝેરી દવા પી લેતાં સ્‍થાનિક દવાખાને સારવાર અપાવી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર હેઠળ છે.

મહિપતભાઇ બે બહેનના એકના એક મોટા ભાઇ છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ખેતી કરી ગુજરાન ચલાવે છે. ભુલથી ઝેરી દવા પી લીધાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં માળીયા હાટીના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:02 AM IST)