News of Tuesday, 13th August 2024
પોરબંદર ઝુરીબાગના રતનબેન હોદારનો બિમારીથી કંટાળીને એસિડ પી આપઘાત

રાજકોટ તા. ૧૩: પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં કૈલાસ ગેરેજ પાસે ભવાની બોટલીંગ નજીક રહેતાં રતનબેન નાથાલાલ હોદાર (ઉ.વ.૭૦) નામના વૃધ્ધાએ ૧૧મીએ સવારે એસિડ પી લેતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ અને ધર્મેન્દ્રભાઇએ જરૂરી કાર્યવાહી કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રતનબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પેટની બિમારી, ચક્કર આવવા સહિતની તકલીફોથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
