હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સવારે જુનાગઢ-અમરેલી-જામજોધપુર-લાલપુરમાં ઝાપટા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવતઃ પવનના સૂસવાટા

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સીહત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે આજે સવારે જુનાગઢ, અમરેલી, જામજોધપુર, લાલપુરમાં ઝાપટા વરસ્યા છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી શહેરમાં સવારે ઝાપટારૂપે વરસાદ પડતા રસ્તા ભીના થઇ ગયા હતાં.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજે સવારે જામજોધપુર અને લાલપુરમાં ઝાપટા પડયા હતાં. જયારે જામજોધપુરના જામવાડીમાં કાલે અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે હડીયાણા, પીઠડ, સમાણા, શેઠવડાળા, વાંસજાળીયા, ધુનડા, ધ્રાફા, પરડવા, ભણગોર, મોટા ખડવામાં ઝાપટા પડયા હતાં.
બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ.૮, મહત્તમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૯પ ટકા, પવનની ગતિ ૮.ર કિ. મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વલભીપુર ઉમરાળા ભાવનગર શહેર ઘોઘા અને સિહોરમાં હળવા -ભારે ઝાપટા વરસી ગયા હતા.
ગોહિલવાડ પંથકમાં મહુવામાં ગઈકાલે બપોરે ધોધમાર એક એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલભીપુર, ઉમરાળા ,ભાવનગર શહેર ,ઘોઘા અને સિહોરમાં દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદના ઝાપટા વરસી ગયા હતા.
આજે સવારના ૬ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમ્યાન ભાવનગર જિલ્લાના મહુવામાં ૨૫મી.મી. વલભીપુરમાં ૭ મી.મી,
ઉમરાળામાં ૯ મી.મી. ભાવનગર શહેર ૨ મી.મી. ,ઘોઘા ૪ મી.મી. અને સિહોરમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :
સવારથી જુનાગઢ સહિત સોરઠમાં ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક ઇંચ વરસાદ નોંધાયો હતો જેની સાથે સવારની સ્થિતિએ જિલ્લાનો કુલ વરસાદનો આંક વધીને ૫૦૫ ઈંચ થયો હતો. આ દરમિયાન લાંબા વિરામ બાદ સવારથી મેઘરાજાએ જિલ્લામાં ધીમીધારે વરસવાનું શરૂ કર્યું છે.
જુનાગઢ શહેર તેમજ ગિરનાર અને દાતાર વિસ્તારમાં સવારથી મેઘાએ ધીમીધારે વહાલ વરસાવાનું શરૂ કરતાં લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી સવારના પ્રારંભિક ૪ કલાકમાં જુનાગઢ ખાતે ૧૪ મીમી એટલે કે અડધા ઇંચથી વધુ પાણી પડ્યાનું નોંધાયું હતું.
જૂનાગઢની સાથે સાથે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારના ૬ થી ૧૦ના ૪ કલાક દરમિયાન વંથલી તાલુકામાં ૧૪ મીમી, વિસાવદર વિસ્તારમાં ૬ મીમી, મેંદરડા પંથકમાં ૫ મીમી અને માળીયાહાટીના તાલુકામાં ૮ મીમી વરસાદ નોંધાયો હતો.
મોટી પાનેલી
(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ઉપલેટા : તાલુકાના મોટી પાનેલીમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવેલ સવારથી ધીમી ધારે રેડા ચાલુ થયેલ છે. આ લખાય છે. ત્યારે સવારે દસ વાગે મેઘરાજાએ પધરામણી કરેલ છે. વાતાવરણ એકદમ કાળું ડિબાંગ બનેલ છે લોકો પણ કાદવ-કીચડ માંથી રાહત મળે તેવો વરસાદ પડવાની રાહમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
