News of Tuesday, 13th August 2024
જેતપુર પાસે અકસ્માતમાં મિત્રનું મોત થતા લાગી આવતા એમપીના યુવાન ફાંસોખાઇ આપઘાત કરી લીધો
બન્ને મિત્રો બાઇકમાં જતા હતા ને અકસ્માતમાં પ્રભાત ઝાલાનું મોત થતા તેના પરિવારને શું જવાબ આપીશ તે ચિંતામાં રવજી ઉર્ફે રાયલાભાઇએ વાડીએ ફાંસોખાઇ લીધો વાડીએ મિત્ર રવજી ઉર્ફે રાયલાભાઇની લાશ મળતા મોતનું કારણ જાણવા લાશને ફોરેન્સીક પી.એમ. માટે રાજકોટ ખસેડાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૩: જેતપુરના કેરાળી પાસે યુવાનનો મૃતદેહ મળ્યા બાદ તેના મિત્રની લાશ વાડીમાંથી મળી આવ્યાની ઘટનામાં પોલીસ તપાસમાં અકસ્માતમાં મિત્રનું મોત થતા મિત્રને લાગી આવતા વાડીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.
મળતી વિગત મુજબ તાલુકાના કેરાળી ગામ નજીક બાઇક અકસ્માતમાં બાઇક ચાલકનું મૃતયુ થયુ હોવાની જાણ પોલીસને કરતા પોલીસે ટઘના સ્થળે પહોંચી તપાસક રતા બાઇક ચાલક પ્રભાત છગનભાઇ ઝાલાનો મૃતદેહ પડેલ હોય તેની પાસે અકસ્માતગ્રસત બાઇક મળી આવેલ આ બનાવની જાણ પ્રભાતભાઇના પરિવારજનોને કરાતા તેનો પરિવાર બનાવના સ્થળે પહોંચેલ પોલીસને જણાવેલ કે પ્રભાતની સાથે તેના મીત્રને રાયલાભાઇ ઉર્ફે વરજીભાઇ તેરસિંહ કલેશ હોવાનું જણાવતા પોલીસે સ્થળ તપાસ કરતા બાઇક પાસેથી બે જોડી ચપ્પલ મળીઅ ાવતા સાથે કોઇ હોવાનું જાણવા મળેલ.
આ અંગે વધુ તપાસ પોલીસે શરૂ કરતા રાયલાભાઇ કે જે પ્રભાતભાઇના મીત્ર હતા તે કેરાળી ખાતે આવેલ વાડીમાં મજુરીકામ કરતા હતા તે વાડીએ ઝાડ પર ગળાફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ લટકતો હોવાનું જાણ થતા ડી.વાય.એસ. આર. એ. ડોડીયા ઘટના સ્થળે પહોંચેલ.
આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે પ્રભાતભાઇનું અકસ્માતમાં મૃત્યુ થતા તેના મીત્ર રાયલાભાઇ ને લાગી આવેલ કે તે પ્રભાતભાઇના પરીવારને શું જવાબ આપશે જેથી તેમને પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. પોલીસે મૃત્યુનું કારણ જાણવા રવજીભાઇના મૃતદેહને ફોરેન્સીક પી.એચ. માટે રાજકોટ ખાતે મોકલેલ આ અંગે ડી.વાય.એસ.પી. આર.એ. ડોડીયાએ જણાવેલ કે બન્ને મીત્રો નાસ્તો કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત બનેલ જેમાં એક મીત્રનું મૃત્યુ થતા બીજા મિત્રએ તેના આઘાતમાં આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
દરમિયાન જેની જેતપુરના કેરાળી ગામે જેન્તીભાઇની વાડીમાંથી ઝાડવે લટકતી લાશ મળી તે મુળ મધ્યપ્રદેશના કંવાટ ગામના રવજી ઉર્ફ રાયલો તેરસીંગ રાઠવા (ઉ.વ.૩૫)ના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ યુવાન દસ બાર વર્ષથી કેરાળી ગામે વાડીમાં પરિવાર સાથે રહેતો હતો અને ખેત મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
